(PTI Photo)
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ ‘સ્ત્રી 2’ તાજેતરમાં રિલીઝ થઈ છે. ‘સ્ત્રી’ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. હોરર-કોમેડી કથાનક સાથે બનેલી બોલીવૂડની સૌથી લોકપ્રિય ફિલ્મોમાં સ્થાન ધરાવતી ‘સ્ત્રી’ ફિલ્મ હતી. ‘સ્ત્રી 2’ ની શરુઆત ત્યાંથી થાય છે, જ્યાંથી ‘સ્ત્રી’ પૂર્ણ થઈ હતી. વિકી (રાજકુમાર રાવ), બિટ્ટુ (અપારશક્તિ ખુરાના) અને રુદ્ર ભૈયા (પંકજ તિવારી) ચંદેરી ગામમાં અન્ય લોકો સાથે રહે છે.  ગામની બાજુના જંગલમાં મોટા વિસ્ફોટ બાદ ચંદેરીમાં કોઈ આવી ગયું છે, જે અહીં રહેતા લોકોનું જીવન ફરીથી મુશ્કેલ બનાવી રહ્યું છે.
‘સ્ત્રી 2’ના દિગ્દર્શક અમર કૌશિક છે, તેમણે 2018માં ‘સ્ત્રી’નું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં અમર કૌશિકે એ દરેક વસ્તુનો સમાવેશ કર્યો છે જેનાથી 2018માં સ્ત્રી ફિલ્મ હિટ ગઇ હતી. સ્ત્રી-2માં રહસ્યમય જગ્યાઓથી લઈને ચંદેરી ગામ અને ડરામણા ભૂત સુધી આ ફિલ્મમાં હોરર સાથે જોડાયેલી દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીક્વલ ફિલ્મના પાત્રો પણ એટલા જ રસપ્રદ છે. નવી ફિલ્મના પ્રથમ સીનથી જ દિગ્દર્શક ચંદેરીની એ જ દુનિયામાં પાછા લઈ જાય છે, જેમાં છેલ્લા 6 વર્ષથી પ્રવેશવાની રાહ જોઈ રહ્યા હતા.
આ ફિલ્મમાં વિકી અને તેના મિત્રો વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ જોરદાર રીતે રજૂ કરવામાં આવી છે.  આ ફિલ્મમાં હોરર અને કોમેડીનું અનોખું સંયોજન રજૂ કરવામાં આવ્યું છે. શ્રદ્ધા કપૂરે ફરીથી મિસ્ટ્રી ગર્લની અદભુત ભૂમિકા ભજવી છે. રાજકુમાર સાથે તેની કેમેસ્ટ્રી પણ સારી રીતે રજૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY