આ ફિલ્મ કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરી, રાજપાલ યાદવ, સંજય મિશ્રા, વિજય રાજ અભિનીત એક કોમેડી-હોરર કથાનક છે. તેના દિગ્દર્શક અનીસ બાઝમી અને લેખક આકાશ કૌશિક છે. ‘ભૂલ ભુલૈયા’ની સીક્વલમાં મંજુલિકાનું પાત્ર મુખ્ય છે.
ત્રણેય સીક્વલ આ પાત્રની આસપાસ આધારિત છે. પરંતુ આ નવી ફિલ્મમાં વખતે અનીસ બાઝમીએ એક નવો ટ્વિસ્ટ ઉમેર્યો છે અને તેથી જ તેનો ક્લાઈમેક્સ અલગ અને સારો છે. આ ફિલ્મમાં 200 વર્ષ પહેલાંની વાત દર્શાવવામાં આવી છે. જેમાં પુનર્જન્મની વાર્તા વર્તમાન સાથે જોડાયેલી છે, અને તે પશ્ચિમ બંગાળના રાજાની છે, પણ હવે તે રાજા નથી રહ્યો. તેને ડરના કારણે હવેલી છોડીને તબેલામાં રહેવું પડે છે. પરંતુ ભૂતને ભગાડનાર રૂહ બાબાના કારણે પરિવાર ફરી હવેલીમાં પરત ફરી શકે છે. પરંતુ ફરી એકવાર મંજુલિકાનો ડર અને 200 વર્ષ જૂની વાર્તા સામે આવી છે.
હવે સાચી ડાકણ કોણ છે, શું ખરેખર મંજુલિકાથી ડરવાની જરૂર છે કે પછી તેનો પડછાયો છે? આ જ પ્રશ્નનો જવાબ મેળવવા ફિલ્મ જોવી પડશે. આ ફિલ્મમાં ડરામણા દ્રશ્યો દર્શાવવા માટે સારા વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.દિગ્દર્શક અનીસ બાઝમી પાસે ફિલ્મ નિર્માણનો 29 વર્ષનો અનુભવ છે અને આ અનુભવ સ્ક્રીન પર પણ જોવા મળે છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન અને માધુરી સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. માધુરી પહેલીવાર ‘ભૂલ ભુલૈયા’ ફ્રેન્ચાઈઝીનો ભાગ બની છે પરંતુ તે તેને સારી રીતે અનુકૂળ છે.