(Photo credit: West Midlands Police)

બર્મિંગહામમાં કોન્ટ્રાક્ટ કિલિંગ માટે ગોળીબાર કરવાનો પ્રયાસ કરનાર 44 વર્ષીય અમેરિકન મહિલા કિલર એમી બેટ્રોની પોલીસ શોધખોળ કરી રહી છે. બંદૂક જામ થઈ જતા નિષ્ફળ નિવડેલી એમીની ઓળખ સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને પોલીસ તપાસને આધારે છતી થઇ હતી. કિલરને ભાડે રાખનાર પિતા-પુત્ર મોહમ્મદ અસલમ અને મોહમ્મદ નઝીર આજીવન કેદનો સામનો કરી રહ્યા છે અને તેમને 9 ઓગસ્ટે સજા સંભળાવવામાં આવશે.

30 વર્ષીય મોહમ્મદ નઝીર અને 56 વર્ષીય મોહમ્મદ અસલમે 2018ના જ્વેલરી સ્ટોરના વિવાદ પછી અસલત મહમુદ અથવા તેના પરિવારની હત્યા કરવા માટે એમિને કામે રાખી હતી. બેટ્રોએ 7 સપ્ટેમ્બર 2019ના રોજ શિકાગોથી બર્મિંગહામના એકોક્સ ગ્રીન આવવા ઉડાન ભરી હતી.

એમિ હિજાબ પહેરીને કાર ખરીદવાના બહાને મહમૂદના પુત્ર સિકંદર અલીને મળી હતી. તેણીએ અલીની માથા પર ગન મૂકીને ટ્રિગર દબાવ્યું હતું. પરંતુ ગન જામ થઈ જતા અલી ભાગી ગયો હતો. તે પછી બેટ્રોએ મહમુદના ઘર પર ત્રણ ગોળી ચલાવી હતી.

ડર્બીના નઝીર અને અસલમ પર હિંસાનો ડર પેદા કરવાના ઈરાદા સાથે હત્યાનું કાવતરું અને હથિયાર રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જેમાં તેઓ દોષિત ઠર્યા હતા.

બેટ્રો યુ.એસ. પરત ફરી હતી અને હવે વેસ્ટ મિડલેન્ડ પોલીસ તેને શોધી રહી છે. જો કે અન્ય કોન્ટ્રાક્ટ કિલિંગમાં તેણીની સંડોવણીના કોઈ પુરાવા નથી.

LEAVE A REPLY