ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ખેડૂત તેના 5 સભ્યોના પરિવાર સાથે ઝેરી પદાર્થ ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનાથી ખેડૂત અને તેની પત્નીનું મોત થયું હતું, જ્યારે ત્રણ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાય ન હતું, આર્થિક આર્થિક તંગીને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. આ ઘટના વડાલીમાં બની હતી.
વડાલી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રવિરાજ જોશીએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે દંપતી, તેમના બે પુત્રો અને એક પુત્રીને ઉલટી થવા લાગી હતી, જેના પગલે કેટલાક પડોશીઓએ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને પરિવારના પાંચ સભ્યોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.ત્યાંથી, તેમને બપોરના સુમારે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. પરિવાર મોભીનું સાંજે મૃત્યુ થયું, જ્યારે તેની પત્નીનું રવિવારે વહેલી સવારે અવસાન થયું થયું હતું.
મૃતકોની ઓળખ વિનુ સાગર (૪૨) અને તેમની પત્ની કોકિલાબેન (૪૦) તરીકે થઈ હતી. તેમના ત્રણ બાળકો ૧૯ વર્ષની પુત્રી તથા ૧૭ અને ૧૮ વર્ષના પુત્રો સારવાર હેઠળ હતા અને તેમની હાલત સ્થિર હતાં.
