ગુજરાતમાં નકલી સરકારી કચેરીઓ, નકલી ટોલબુથ પછી હવે નકલી ન્યાયાધીશોની ધરપકડ કરાઈ હતી. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામનો આ નકલી જજ ગાંધીનગર વિસ્તારોમાં છેક 2019થી છેક જમીન સોદામાં આદેશો જારી કરતો હતો.
પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર ક્રિશ્ચિયને તેના ક્લાયન્ટની તરફેણમાં ચુકાદાઓ આપવા માટે તેની જજ તરીકે સત્તાનો ઉપયોગ કર્યો હતો, આ બધું તેની ઓફિસની બનાવટી દિવાલોની અંદર હતું. વાસ્તવિક કોર્ટરૂમન જેવા બોગસ ટ્રિબ્યુનલ વર્ષોથી કાર્યરત હતું. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું હતું કે ક્રિશ્ચિયને જમીનના વિવાદોમાં ફસાયેલી વ્યક્તિઓનો શિકાર બનાવી હતી અને ભારે ફીના બદલામાં કેસના ઝડપી નિકાલનું વચન આપતો હતો. ન્યાયાધીશની ભૂમિકા ધારણ કરીને, તેને લોકોનું શોષણ કર્યું હતું. આ આરોપીએ એક સહાયક પણ રાખ્યો હતો. ગાંધીનગરમાં મોક કોર્ટરૂમ ઊભો કરવામાં આવતો હતો અને આરોપી ચુકાદા આપતો હતો.