(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
અજય દેવગણે બોલીવૂડમાં પોતાનું સ્થાન સારી રીતે જમાવ્યું હોવાથી તે પોતાની ફી વસૂલે છે. કહેવાય છે કે તે, કોઇપણ ફિલ્મમાં કેમિયોની ભૂમિકા માટે ખૂબ જ મોટી ફીની માગણી કરે છે. જોકે, શાહરુખ, સલમાન, પ્રભાસ કે અમિતાભ પણ કેમિયો માટે પણ મિનિટ દીઠ કરોડો રૂપિયાની ફી લે છે.
એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત રામચરણ અને જુનિયર એનટીઆર જેમાં લીડ રોલમાં હતા તેવી આરઆરઆર ફિલ્મ એક ગ્લોબલ બ્લોકબસ્ટર હતી. રૂ. 550 કરોડમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાંથી રૂ. 1230 કરોડની કમાણી કરી હતી. 2022ની આ ફિલ્મના ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ ‘નાટુનાટુ’ માટે ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અજય દેવગણે આ ફિલ્મમાં માત્ર આઠ મિનિટ જ કામ કર્યું હતું અને તેના માટે તેણે 35 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. એટલે કે તેણે એક મિનિટ દીઠ 4.5 કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. તેણે રામચરણે ભજવેલું પાત્ર સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સિતારામ રાજુના પિતા અલ્લુરી વેંકટરામા રાજુનું પાત્ર ભજવ્યું હતું. આ વર્ષે અજય દેવગણની બે ફિલ્મો આવી છે, ‘શૈતાન’ જેણે બોક્સ ઓફિસ પર રૂ. 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો  હતો, તેમજ ‘મેદાન’ જેમાં અજયે ભારતના ભૂતપૂર્વ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમનું પાત્ર ભજવ્યું તે ફ્લોપ ગઇ હતી.

LEAVE A REPLY