ગયા ઉનાળામાં યુએસ ધરતી પર અમેરિકન નાગરિક ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના નિષ્ફળ પ્રયાસમાં ભારત સરકારના કર્મચારીની કથિત ભૂમિકા અંગે અમેરિકા ભારત પાસેથી જવાબદારીની અપેક્ષા રાખી રહ્યું છે, એમ વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા વેદાંત પટેલે શુક્રવારે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે અમે વરિષ્ઠ સ્તરે ભારત સરકાર સાથે સીધી રીતે અમારી ચિંતાઓ રજૂ કરવાનું ચાલુ રાખીએ છીએ. જોકે તેમણે એર લગ્ન સમારોહમાં એર શીખ અલગતાવાદીને નિશાન બનાવવાની યોજના બનાવી રહેલા પાંચ ભારતીય નાગરિકોની કેનેડામાં થયેલી ધરપકડ અંગે ટીપ્પણી કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે આ મુદ્દે કેનેડાના સત્તાવાળાએ ટીપ્પણી કરવાની છે, કારણ કે તે ઘટના કેનેડામાં બની છે.
ગયા વર્ષે નવેમ્બરમાં યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ન્યૂયોર્કમાં ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારત સરકારના કર્મચારી સાથે કામ કરવાનો આરોપ મૂક્યો હતો. ગયા વર્ષે જૂનમાં ચેક રિપબ્લિકમાં ધરપકડ કરાયેલા ગુપ્તાને 14 જૂને યુએસ લાવવામાં આવ્યો હતો.