પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ઈસ્લામાબાદની એક વિશેષ કોર્ટે ગુરુવારે તોશાખાનાના નવા કેસમાં દોષિત ઠેરવ્યા હતા. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) દ્વારા ઈમરાન ખાન અને તેમના પત્ની વિરુદ્ધ કેસ નોંધાયો હતો. મીડિયા રીપોર્ટ મુજબ, ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ આ કેસની તપાસ કરી હતી. ગત સપ્ટેમ્બરમાં આ કેસમાં ફાઈલ કરવામાં આવ્યો હતો. રાવલપિંડીની અદિયાલા જેલની વિશેષ કોર્ટમાં કેસની સુનાવણી પછી ઈમરાન ખાન અને બુશરા બીબી સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. ઈમરાન ખાન અગાઉથી જ અન્ય એક કેસમાં જેલમાં કેદ છે. આ પહેલા જેલમાં રહેલા ઈમરાન ખાનને તોશાખાનાના અગાઉના સંબંધિત અન્ય એક કેસમાં જામીન મળ્યા હતા. ત્યાર પછી ઈસ્લામાબાદ હાઈકોર્ટે જામીન તરીકે 10 લાખ પાકિસ્તાની રૂપિયાના બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. જો કે તે જેલમાંથી મુક્ત થયા ન હતા. બુશરા બીબી તોશાખાના કેસમાં જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે બુશરા બીબીને 10 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કર્યા હતા. તેઓ અદિયાલા જેલમાં 9 મહિનાથી કેદ હતા.