(Photo by PIERRE ANDRIEU/AFP via Getty Images)

બોલીવૂડમાં અત્યારે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કેટલીક ફિલ્મોની ફરીથી રીલીઝ કરવામાં આવી રહી છે. આ ટ્રેન્ડની ખાસિયત એ છે કે રી રીલિઝ થઈ રહેલી આ ફિલ્મો વર્ષો પહેલાંની તેમની મૂળ રીલિઝ વખતની કમાણી કરતાં વધુ આવક મેળવી રહી છે.

હવે આ ફિલ્મોની યાદીમાં શાહરુખ ખાન, પ્રીટિ ઝિન્ટા અને રાની મુખરજી અભિનિત ફિલ્મ ‘વીર ઝારા’નો પણ સમાવેશ થાય છે. જ્યારે 20 વર્ષ અગાઉ આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે કુલ 98 કરોડની કમાણી કરીહતી. હવે તેને ફરીથી રીલિઝ કરવામાં આવતાં તેણે કુલ 102 કરોડ રૂપિયાથી પણ વધુની આવક થઇ છે.

મૂળ રીલિઝ વખતે આ ફિલ્મનાં ગીતો ખૂબ જ લોકપ્રિય બન્યા હતા પરંતુ તેના કલાકારોને ધ્યાનમાં રાખીએ તો તેણે અપેક્ષા કરતાં ઓછો બિઝનેસ કર્યો હતો. જોકે, વર્ષો પછી તેની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો હતો. આ અગાઉ તૃપ્તિ ડિમરીની ‘લૈલા મજનૂ’ અને સોહમ શાહની ‘તુમ્બાડ’ સહિતની ફિલ્મો પણ તેમની મૂળ રીલિઝ કરતાં ફરીથી રીલિઝ થતાં વધારે કમાણી કરી ચૂકી છે. નવી પેઢીના દર્શકો ડિજિટલ પ્લેટફોર્મ પર સહજતાથી ઉપલબ્ધ એવી ફિલ્મો જોવા થીયેટર્સમાં આવી રહ્યા છે. તેના કારણે સિનેમા બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં ખુશી જોવા મળે છે.

LEAVE A REPLY