ગુજરાત વિધાનસભાના સ્પીકર અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તથા સેવ સોઈલ મૂવમેન્ટના સ્વામી નિસર્ગના હસ્તે સોઈલ ટેસ્ટિંગ લેબનું ઉદ્ઘાટન

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુના જન્મદિને તેમના વૈશ્વિક ‘માટી બચાવો’ અભિયાનમાંથી પ્રેરણા લઇને ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મંગળવાર, 3 સપ્ટેમ્બરે એકજૂથ થઈને બનાસ સેવ સોઈલ ફાર્મર પ્રોડ્યુસર કંપની (BSSFPC)ની સ્થાપના કરી હતી. સેવ સોઇલ મૂવમેન્ટ સાથે ભાગીદારીમાં તે ભારતની પ્રથમ જમીન-કેન્દ્રિત ફાર્મર પ્રોડ્યુસર (FPC) કંપની છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ થરાદમાં બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી (BSTL) તથા ખીમાણામાં બનાસ બાયોફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (BBRDL) અને ખેડૂત તાલીમ હોલ સાથે FPCનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે એક વીડિયો સંદેશમાં ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને બે વર્ષ પહેલા વૈશ્વિક જમીન બચાવો ચળવળ શરૂ કરનારા સદગુરુએ બનાસકાંઠાના ખેડૂતોને અભિનંદન આપ્યા હતાં અને નવા સાહસની સફળતાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું જણાવ્યું હતું કે “આ ફાર્મર પ્રોડક્યુસર ઓર્ગેનાઇઝેશન માત્ર લોકોનું પોષણ જ નહીં કરે, પરંતુ તે જમીનને પોષણક્ષમ અને સમૃદ્ધ પણ બનાવશે, જે આપણા જીવનનો સ્ત્રોત છે.”

આ કંપની બનાસ ડેરી અને સેવ સોઇલ મુવમેન્ટનું સંયુક્ત સાહસ છે. આ પ્રસંગે સ્પીકર શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે “આજે બનાસ ડેરી માટે એક સામાન્ય દિવસ નથી. તે એક નિર્ણાયક ક્ષણ પણ છે. બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની તથા થરાદ અને ખીમાણા ખાતેની અમારી નવી સુવિધાઓ આપણા ટકાઉ ભવિષ્યનો પાયો નાખશે. અમે અમારા ખેડૂતોને તેમની પ્રગતિ માટે જ્ઞાન, સાધનો અને સહાય પૂરી પાડીએ છીએ અને તેની સાથે આપણને ટકાવી રાખતી જમીનનું સંવર્ધન કરીએ છીએ.”

સેવ સોઇલ મુવમેન્ટના ચીફ ટેકનિકલ ઓફિસર પ્રવીણા શ્રીધરે જણાવ્યું હતું કે FPC બનાસકાંઠાની ખારાશ ધરાવતી પડકારજનક જમીનમાં જમીનની ફળદ્રુપતા અને ખેડૂતોની આજીવિકા પર પરિવર્તનકારી અસર કરશે તથા તેનાથી મધ્ય પૂર્વ અને આફ્રિકાની ખરાશ ધરાવતી જમીનને ફરી જીવંત બનાવવા માટે વૈશ્વિક ધોરણો સ્થાપિત કરશે.

આધુનિક સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી સર્વગ્રાહી સોઇલ લાફ રીપોર્ટની સુવિધા આપશે, જેનાથી ખેડૂતોને ખાતરની પસંદગી કરવામાં અને જમીનની ઉપજમાં વધારો કરવામાં મદદ મળશે. FPCના સભ્યોને માટી પરીક્ષણ, વિવિધ ટેસ્ટ, ડ્રોન સર્વિસ, સસ્ટેનેબલ સોઇલ મેનેજમેન્ટ ટ્રેનિંગ જેવી સુવિધા મળશે.

સેવ સોઇલના ચીફ ટેકનોલોજી ઓફિસર પ્રવીણા શ્રીધરે ખેડૂતોને સંબોધન કર્યું હતું.

LEAVE A REPLY