આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે જવાની છે, જ્યાં તે અમદાવાદમાં એક સહિત પાંચ ટી-20 અને ત્રણ વન-ડેની સીરીઝ રમશે.
બીસીસીઆઇએ ૨૦૨૪-૨૫ની સિઝનનો ઘરઆંગણાનો કાર્યક્રમ તાજેતરમાં જાહેર કર્યો હતો, તે મુજબ ૧૯મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી સિઝન દરમિયાન બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે જશે. ૨૦૨૪-૨૫ની સિઝનનો પ્રારંભ ૧૯મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટની શ્રેણી સાથે થશે. એ પછી બાંગ્લાદેશની ટીમ ત્રણ ટી-૨૦ પણ રમશે. એ પછી ન્યૂઝીલેન્ડની ટીમ ઓક્ટોબર- નવેમ્બરમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમવા ભારત જશે. આ શ્રેણી પાંચમી નવેમ્બરે પુરી થશે. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ ૨૨મી જાન્યુઆરીથી ભારત સામે પાંચ ટી-૨૦ અને ત્રણ વન-ડેની શ્રેણી રમશે, જે ૧૨ ફેબ્રુઆરી સુધી ચાલશે.
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ
૧૯-૨૩ સપ્ટેમ્બર પ્રથમ ટેસ્ટ, ચેન્નાઈ
૨૭ સપ્ટેમ્બર-૧ ઓક્ટોબર બીજી ટેસ્ટ, કાનપુર
૬ ઓક્ટોબર પ્રથમ ટી-૨૦, ધરમશાલા
૯ ઓક્ટોબર બીજી ટી-૨૦, દિલ્હી
૧૨ ઓક્ટોબર ત્રીજી ટી-૨૦, હૈદરાબાદ
ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ
૧૬-૨૦ ઓક્ટોબર પ્રથમ ટેસ્ટ, બેંગાલુર
૨૪-૨૮ ઓક્ટોબર બીજી ટેસ્ટ, પૂણે
૧-૫ નવેમ્બર ત્રીજી ટેસ્ટ, મુંબઈ
ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ
૨૨ જાન્યુઆરી પ્રથમ ટી-૨૦, ચેન્નાઈ
૨૫ જાન્યુઆરી બીજી ટી-૨૦, કોલકાતા
૨૮ જાન્યુઆરી ત્રીજી ટી-૨૦, રાજકોટ
૩૧ જાન્યુઆરી ચોથી ટી-૨૦, પૂણે
૨ ફેબ્રુઆરી પાંચમીટી-૨૦, મુંબઈ
૬ ફેબ્રુઆરી પ્રથમ વન ડે, નાગપુર
૯ ફેબ્રુઆરી બીજીવન ડે, કટક
૧૨ ફેબ્રુઆરી ત્રીજી વન ડે, અમદાવાદ