(PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી મુદતની શરૂઆત કર્યા પછી લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને તેમના પ્રથમ સંબોધનમાં રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુએ ઇન્દિરા ગાંધીએ દેશમાં 1975માં લાદેલી કટોકટીને બંધારણ પરનો સૌથી મોટો હુમલો અને કાળો અધ્યાય ગણાવ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકારની બંધારણમાં અતૂટ શ્રદ્ધા છે અને બંધારણને જાહેર ચેતનાનો એક ભાગ બનાવવાના પ્રયાસો કરી રહી છે. લોકસભાની ચૂંટણી પરિણામને રાષ્ટ્રપતિએ સરકારની નીતિઓના સમર્થન તરીકે વર્ણવ્યું હતું તથા ઈવીએમ સહિતની ચૂંટણી પ્રક્રિયામાં લોકોના વિશ્વાસને ઠેસ પહોંચાડવાના પ્રયાસોની નિંદા કરી હતી.

સંસદમાં 50-મિનિટના સંબોધનમાં રાષ્ટ્રપતિએ અર્થતંત્ર, સંરક્ષણ અને કૃષિથી લઈને સમાજના વિવિધ વર્ગોના સશક્તિકરણ સુધીના ક્ષેત્રોમાં સરકારના શ્રેણીબદ્ધ પગલાંનો ઉલ્લેખ કર્યો હતો અને ત્રીજી ટર્મ માટેની સરકારની પ્રાથમિકતાની માહિતી આપી હતી. રાષ્ટ્રપતિએ પેપર લીક અને  ઉત્તર પૂર્વ ક્ષેત્ર સંબંધિત બાબતોનો જેવા મુદ્દાઓ કર્યો ત્યારે વિપક્ષે છૂટાછવાયો વિરોધ કર્યો હતો. તેમણે બુલેટ ટ્રેન અને વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમો જેવા ભાજપના ચૂંટણી ઢંઢેરાના વચનો જેવા મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ અને વન-નેશન-વન-ઇલેક્શન જેવા પાર્ટીના વચનોનો ઉલ્લેખ ટાળ્યો હતો.

રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં પેપર લીકના મુદ્દાનો પણ ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે તેમની સરકાર ન્યાયી તપાસ અને ગુનેગારોને સજા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. મારી સરકાર પરીક્ષા સંબંધિત સંસ્થાઓમાં મોટા સુધારા તરફ કામ કરી રહી છે. આ પ્રક્રિયા માટે સંપૂર્ણ પારદર્શિતા અને પ્રમાણિકતા જરૂરી છે.

મોદીએ X પર કહ્યું કે સંસદના બંને ગૃહોને તેમનું સંબોધન વ્યાપક હતું અને તેમણે પ્રગતિ અને સુશાસનનો રોડમેપ રજૂ કર્યો હતો. તેમાં ભારત જે પ્રગતિ કરી રહ્યું છે અને ભાવિ સંભાવનાઓને પણ આવરી લેવામાં આવી હતી.

રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોએ સ્પષ્ટ બહુમતી સાથે સ્થિર સરકારને સતત ત્રીજી મુદત માટે ચૂંટી છે. છ દાયકા પછી આવું પ્રથમ વાર બન્યું છે. ભારતના લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે કે માત્ર મારી સરકાર જ તેમની આકાંક્ષાઓ પૂરી કરી શકે છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું કાર્ય અવિરતપણે ચાલુ રહે તે જનાદેશ છે.

વિપક્ષેને સ્પષ્ટ સંદેશમાં આપતા તેમણે કહ્યું હતું કે નીતિઓનો વિરોધ અને સંસદીય કામગીરીમાં અવરોધ એ બે અલગ-અલગ બાબતો છે. પ્રતિકૂળ માનસિકતા અને સંકુચિત સ્વાર્થે લોકશાહીની મૂળ ભાવનાને ખૂબ જ નબળી પાડી છે અને તેનાથી સંસદીય પ્રણાલી અને દેશની વિકાસ યાત્રાને અસર કરી છે. ઇવીએમના મુદ્દે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ઇવીએમએ સુપ્રીમ કોર્ટથી લઈને લોકોની અદાલત સુધી દરેક કસોટી પાર કરી છે.

તેમણે જણાવ્યું હતું કે આગામી બજેટ સરકારની દૂરગામી નીતિઓ અને ભવિષ્યવાદી વિઝનનો અસરકારક દસ્તાવેજ હશે. મોટા આર્થિક અને સામાજિક નિર્ણયો સાથે આ બજેટમાં ઘણા ઐતિહાસિક પગલાં પણ જોવા મળશે. ઝડપી વિકાસ માટેની ભારતના લોકોની આકાંક્ષાઓને અનુરૂપ સુધારાની ગતિને વેગ આપવામાં આવશે.

 

LEAVE A REPLY