**EDS: IMAGE VIA @SpaceX**(PTI Photo )

ઇલોન મસ્કની કંપની સ્પેસેક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા મંગળવારની રાત્રે ભારતના સૌથી અદ્યતન દૂરસંચાર ઉપગ્રહને દ્વારા સફળતાપૂર્વક અવકાશમાં છોડવામાં આવ્યો હતાં. આ સેટેલાઇટને અમેરિકાના ફ્લોરિડામાં કેપ કેનાવેરલથી લોન્ચ કરાયો હતો.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ની વ્યાપારી શાખા ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાધાકૃષ્ણન દુરાઇરાજે જણાવ્યું હતું કે, “પ્રક્ષેપણ સફળ રહ્યું હતું.” કેપ કેનાવેરલથી ફ્લાઇટનું નિરીક્ષણ કરનાર દુરાઇરાજે GSAT20ને ખૂબ જ ચોક્કસ ભ્રમણકક્ષા મળી છે

ભારતની અવકાશ એજન્સી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ઇલોન મસ્કની માલિકીની સ્પેસએક્સ કંપની સાથે આ સેટેલાઇટ લોન્ચ કરવા માટે ડીલ કરી હતી. ઇસરોના 4700-કિલોગ્રામના GSAT-N2 નામના સેટેલાઇટનો ઉદ્દેશ્ય દૂરના વિસ્તારોમાં ડેટા અથવા ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે. તેનાથી સમગ્ર ભારતીય ક્ષેત્રમાં વિમાનમાં ઇન્ટરનેટ સેવા પણ મળશે.

ISROનું માર્ક-3 નામનું રોકેટ 4,000 કિગ્રા સુધીના સેટેલાઇટને ભ્રમણકક્ષામાં મૂકી શકે છે. જોકે GSAT-N2નું વજન 4,700 કિગ્રા હોવાથી સ્પેસ એજન્સીએ મસ્કના લોન્ચ વ્હીકલનો ઉપયોગ કર્યો હતો. આ સ્પેસએક્સનો ઉપયોગ કરીને ઈસરોનું પ્રથમ કોમર્શિયલ સેટેલાઇનું લોન્ચિંગ હતું.

ISROના જણાવ્યા મુજબ GSAT-N2ની મિશન લાઇફ 14 વર્ષ છે.આ સ્વદેશી ઉપગ્રહ કાર્યરત થશે ત્યારે ઈન્-ફ્લાઇટ ઈન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડશે. હાલમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ભારતીય એર સ્પેસમાં પ્રવેશે છે, ત્યારે તેમણે ઈન્ટરનેટ બંધ કરવું પડે છે કારણ કે ભારત આ સેવાને મંજૂરી આપતું નથી.પરંતુ તાજેતરમાં, ભારતે ભારતમાં ફ્લાઇટમાં ઇન્ટરનેટ ઍક્સેસની પરવાનગી આપવા માટે નિયમોમાં સુધારો કર્યો છે.

 

LEAVE A REPLY