ટેકનોલોજી ક્ષેત્રના જાણીતા બિલિયોનેર એલન મસ્ક ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ-એક્સ (ટ્વિટર) પર 200 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. તેમણે ટ્વિટરને ઓક્ટોબર 2022માં 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. એક્સના માલિક પછી અત્યારે 3 ઓક્ટોબરની સ્થિતિએ 131.9 મિલિયન ફોલોવર્સ સાથે ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા બીજા ક્રમે અને 113.2 મિલિયન ફોલોવર્સ સાથે જાણીતા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ત્રીજા સ્થાને છે. ત્યારપછી લોકપ્રિય ગાયક જસ્ટિન બીબર 110.3 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા સ્થાને છે અને રિહાન્ના 108.4 મિલિયન ફોલોઅર્સ સાથે પાંચમા સ્થાને છે.
જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિશ્વમાં 100 મિલિયનનો આંકડો પાર કર્યો હતો, જેની મસ્કે પ્રશંસા કરી હતી અને અત્યાર સુધીમાં તેમના 102.4 મિલિયન ફોલોઅર્સ છે. મસ્કે તાજેતરમાં જણાવ્યું હતું કે એક્સ પાસે હવે 600 મિલિયનથી વધુ માસિક સક્રિય ઉપયોગકર્તાઓ અને 300 મિલિયન જેટલા દૈનિક સક્રિય ઉપયોગકર્તા છે. થોડા સમય અગાઉ એવા રીપોર્ટ બહાર આવ્યા હતા કે, મસ્કના મોટાભાગના ફોલોવર્સ “બનાવટી છે અને લાખો નવા, નિષ્ક્રિય એકાઉન્ટ્સના કારણે તેની સંખ્યા વધી ગઇ છે.” જોકે, આ દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

LEAVE A REPLY