સપ્તાહમાં 70 કલાકની કામની તરફેણ કરીને ઇન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિએ વર્કિંગ અવર્સની ડિબેટ છેડી હતી. જોકે ઘણા બિઝનેસ લીડર્સને તેનો વિરોધ કર્યો હતો અને વર્ક-લાઇફ બેલેન્સની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ડિબેટને આર્થિક સર્વેએ નવો વળાંક આપ્યો હતો, જે લાંબા સમય સુધી કામના કલાકો પર સર્વસંમતિ બનાવી શકે છે.
સર્વેમાં દલીલ કરાઈ હતી કે કર્મચારીઓના કામના કલાકોની સંખ્યા પર પ્રતિબંધ ભારતના આર્થિક વિકાસ માટે યોગ્ય નથી. ફેક્ટરી એક્ટ (1948)ની કલમ 51 ટાંકીને જણાવાયું હતું કે કોઈપણ પુખ્ત કામદારને અઠવાડિયે અડતાલીસ કલાકથી વધુ ફેક્ટરીમાં કામ કરવાની જરૂર નથી અથવા મંજૂરી આપવામાં આવશે નહીં. આ કલમ એક દિવસ અને એક અઠવાડિયામાં કામદાર કેટલા કલાક કામ કરી શકે તેને મર્યાદિત કરે છે.કામના કલાકો પર પ્રતિબંધ ઉત્પાદકોને માંગમાં વધારાને પહોંચી વળવા અને વૈશ્વિક બજારોમાં ભાગ લેતા અટકાવે છે જ્યાં આવા કોઈ નિયમો લાગુ થતા નથી.

LEAVE A REPLY