પ્રતિક તસવીર (ANI Photo)

ઇસ્ટ લંડનના ઇસ્ટ હામમાં શનિવાર, 13 જુલાઈના રોજ લગભગ 08:32 કલાકે નેપિયર રોડ પરના એક મકાનમાં આગ લાગતા ત્રણ બાળકોના મૃત્યુ થયા હતા. આગને પગલે દાઝી ગયેલા તમામ છ લોકો એક જ પરિવારના હતા. ગંભીર રીતે દાઝી ગયેલા ત્રીજા બાળકનું સોમવાર, 15 જુલાઈના રોજ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.

લંડન ફાયર બ્રિગેડ અને લંડન એમ્બ્યુલન્સ સર્વિસના અધિકારીઓ ઘટના સ્થળે ધસી જતા ઘરમાંથી એક બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો. અન્ય બાળકને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જેનું બાદમાં કરુણ મોત થયું હતું. દાઝી ગયેલા અન્ય બે લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ત્રીજી વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેને બહારના દર્દી તરીકે સારવાર આપવામાં આવી રહી છે.

પરિવારના અન્ય સભ્યોની ઓળખ માટે પૂછપરછ ચાલુ છે. તેમને ખાસ તાલિમ પામેલા પોલીસ અધિકારીઓ દ્વારા ટેકો આપવામાં આવશે.

પોલીસ અધિકારીઓ લંડન ફાયર બ્રિગેડના સાથીદારો સાથે આગના કારણની તપાસ કરી રહ્યા છે. આ ખૂબ જ પ્રારંભિક તબક્કે, શંકાસ્પદ સંજોગો સૂચવવા માટે કોઈ પુરાવા નથી. પૂછપરછ ચાલુ છે.

LEAVE A REPLY