ફ્રાન્સના પેરિસમાં 26 જુલાઇ 2024ના રોજ ભવ્યાતિભવ્ય રંગારંગ સમારંભમાં ઓલિમ્પિક ગેમ્સનો શુભપ્રારંભ થઈ રહ્યો છે. ઓલિમ્પિકની પૂર્ણાહુતિ ૧૧ ઓગસ્ટે થશે. ૨૦૬ દેશના ૧૦,૫૦૦ ખેલાડીઓ ૩૨ રમતોના ૩૨૯ ઇવેન્ટસમાં મેડલ જીતવાનો જંગ ખેલશે. પેરિસને આ ઓલિમ્પિક યોજવા માટે નવ બિલિયન ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે.
ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીમાં પરેડ દરમિયાન ભારતીય ટુકડી 84માં નંબર પર મળશે. પહેલીવાર આ સેરેમની સ્ટેડિયમની અંદર નહીં, પરંતુ બહાર યોજાશે. પ્રખ્યાત સીન નદીમાં ખેલાડીઓએ બોટ પર છ કિલોમીટર લાંબી લાંબી પરેડ કરશે. આ બોટમાં જે તે ભાગ લેનાર દેશના ખેલાડીઓ તેમના રાષ્ટ્રધ્વજ સાથે અભિવાદન ઝીલશે.
નદીના છ કિલોમીટર જેટલા વહેણમાં આ રીતે વારાફરતી બોટ પસાર થશે અને આ વિસ્તારમાં રીવર ફ્રન્ટ પર પ્રેક્ષકો આ ઉદ્ધાટન સમારંભને નિહાળવા માટે બેઠા હશે.
પેરિસને ખાસ રીતે સજાવવામાં આવ્યું છે. આ છ કિલોમીટરના માર્ગમાં જ મ્યુઝિયમ, ચર્ચ અને વિશ્વ પ્રવાસીઓને આકર્ષતા સ્થાપત્યો અને સ્મારકો આવેલા છે તે બધામાં શિરમોર એફિલ ટાવર છે. આ તમામ સ્થળો પર પણ પ્રેક્ષકોના બ્લોક ખડા કરવામાં આવ્યા છે.
અંદાજે ૩ લાખ પ્રેક્ષકો નજર સામે કે પછી તે વિસ્તારમાં મુકવામાં આવેલા ૮૦ જેટલા જાયન્ટ સ્ક્રીન પર ઉદ્ધાટન સમારંભ માણશે. ઓપનિંગ સેરેસમીમાં પ્રથમ બે કલાક સૂર્યપ્રકાશ રહેશે, જ્યારે છેલ્લાં બે કલાક સૂર્યાસ્ત અને રાત્રિનો નજારો સર્જાશે. .
ફ્રાંસના પ્રમુખ મેક્રોન સહિત ૮૦ દેશના વડા કે તેમના પ્રતિનિધિ ઉદ્ધાટન સમારંભમાં હાજરી આપશે. લંડને ૧૯૦૮, ૧૯૪૦ અને ૨૦૧૨માં ઓલિમ્પિકનું આયોજન કર્યું હતું. પેરિસે ૧૯૦૦ અને ૧૯૨૪ એમ બે વખત ઓલિમ્પિકનું આ અગાઉ આયોજન કર્યું હતું. આમ લંડન પછી પેરિસ બીજું એવું શહેર બનશે કે જેમાં ત્રણ વખત ઑલિમ્પિક યોજાઈ હોય.
આ સમારોહ જોવા માટે આશરે ત્રણ લાખ લોકો હાજર રહ્યાં હોવાનો અંદાજ છે. સીન નદીથી શરૂ થઈને પરેડ ટ્રોકાડેરો ગાર્ડન્સ સુધી આગળ વધી હતી. તેમાં 206 દેશો અને એસોસિયેશનના 10,500 એથ્લીટ્સ ભાગ લીધો હતો.
પરેડ પૂરી થયા બાદ થોડો સમય ડાન્સ અને સિંગિગ કાર્યક્રમો યોજાયા હતા. ફ્રાન્સે 2024 ઓલિમ્પિકના સ્લોગનને ‘ગેમ્સ વાઇડ ઓપન’ રાખ્યું છે. જેનો અર્થ છે, રમતો સંપૂર્ણપણે ખુલ્લી છે.