ભારતની અગ્રણી ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ 500 મિલિયન પાઉન્ડ (લગભગ રૂ.5,275 કરોડ)માં બ્રિટિશ કન્ઝ્યુમર હેલ્થકેર કંપની હેલિયનનો નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી (NRT) પોર્ટફોલિયો ખરીદશે. આ એક્ઝિશન ભારતીય કંપનીનું સૌથી મોટું એક્વિઝન છે અને તેમાં હેલિયનના યુએસ બિઝનેસનો સમાવેશ થતો હતો.
હૈદરાબાદ સ્થિત કંપની દ્વારા હસ્તગત કરવામાં આવેલ પોર્ટફોલિયોમાં નિકોટીનેલનો સમાવેશ થાય છે, જે યુરોપ, લેટિન અમેરિકા અને એશિયાના 31 દેશોમાં હાજરી સાથે વૈશ્વિક સ્તરે NRT ક્ષેત્રની બીજી સૌથી મોટી બ્રાન્ડ તરીકે ઓળખાય છે. નિકોટિનેલને ઓસ્ટ્રેલિયામાં નિકાબેટ, કેનેડામાં થ્રાઇવ તથા ન્યુઝીલેન્ડ અને કેનેડામાં હેબિટ્રોલ તરીકે ઓળખાય છે.
ડૉ. રેડ્ડીઝે જણાવ્યું હતું કે સૂચિત એક્વિઝિશનમાં યુએસની બહારના તમામ વૈશ્વિક બજારોમાં લોઝેન્જ, પેચ, ગમ તેમજ પાઇપલાઇન પ્રોડક્ટ્સ જેવા તમામ ફોર્મેટનો સમાવેશ થશે.” આ સોદાના ભાગરૂપે ડૉ. રેડ્ડીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની હેલિયન ગ્રૂપની નવી સ્થાપિત કંપની નોર્થસ્ટાર સ્વિટ્ઝર્લેન્ડમાં 100% હિસ્સો હસ્તગત કરશે. કંપનીએ તેના માટે એક નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ સોદામાં 458 મિલિયન પાઉન્ડની અપફ્રન્ટ ચુકવણી તેમજ 42 મિલિયન પાઉન્ડ સુધીની કામગીરી આધારિત કોન્ટીન્જેન્ટ પેમેન્ટનો સમાવેશ થાય છે જે 2025 અને 2026માં ચૂકવવાપાત્ર થશે. 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં આ ટ્રાન્ઝેક્શન પૂરું થવાની ધારણા છે. તે નિયમનકારી મંજૂરીઓ સહિત અન્ય શરતોને આધીન છે.
સેન્સોડીન અને પેનાડોલ જેવી બ્રાન્ડની માલિકી ધરાવતી હેલિયનને જુલાઈ 2022માં GSKમાંથી અલગ કરવામાં આવી હતી. 2023માં આ પોર્ટફોલિયોની કુલ આવક લગભગ 217 મિલિયન પાઉન્ડ હતી.