બરી અને ટેમસાઈડમાં કામ કરી ચૂકેલા અનુભવી એનેસ્થેટિસ્ટ ડૉ. મુહમ્મદ સિદ્દીકીને સપ્ટેમ્બર 2021માં કેટલીક મહિલા સાથીદારો સાથે “અયોગ્ય અને સ્પષ્ટ રીતે અનાદર કરતી” ટિપ્પણીઓ બદલ સસ્પેન્ડ કરાયો છે.
મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલની સુનાવણીમાં કહેવાયું હતું કે ટેમસાઈડ NHS હોસ્પિટલ ટ્રસ્ટમાં કામ કરતી વખતે, ડૉ. સિદ્દીકીએ બે મહિલા સાથીદારોને કહ્યું હતું કે “હું જાણું છું કે મહિલાઓને અનુભવ સાથેના મોટી વયના પુરુષો ગમે છે” અને “મને નાની મહિલાઓ ગમે છે.”
ટ્રિબ્યુનલે અહેવાલ આપ્યો કે ડૉ સિદ્દીકીની ટિપ્પણીઓ “અસ્વીકાર્ય, અયોગ્ય અને સ્પષ્ટ રીતે અનાદરજનક” હતી તથા ક્લિનિકલ યોગ્યતા વિશે કોઈ ચિંતા ન હતી. ડૉ. સિદ્દીકીના નવેમ્બરમાં છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ફરીથી વધુ છ મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.