A general view of Downing Street (Photo by Carl Court/Getty Images)

લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બુધવારે સાંજે થયેલી હિંસક અથડામણો, હિંસક અવ્યવસ્થા, પોલીસ અધિકારીઓ પર કરાયેલ હુમલા, છરીઓ અને અપમાનજનક શસ્ત્રો રાખવા અને વિરોધની શરતોના ભંગ સહિતના ગુનાઓ માટે મેટ્રોપોલિટન પોલીસે 111 લોકોની ધરપકડ કરી હતી. આ બનાવમાં સંખ્યાબંધ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.

તોફાનીઓએ ડાઉનિંગ સ્ટ્રીટના દરવાજા તરફ ફ્લેર્સ, કેન અને કાચની બોટલો ફેંકી હતી. તોફાનીઓએ પાછળથી વાડ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ “રૂલ બ્રિટાનિયા”, “અમારા બાળકોને બચાવો” અને “નૌકાઓ રોકો”ના નારા પોકાર્યા હતા.  લંડનની સાથે સાઉથપોર્ટ, હાર્ટલેપૂલ, એલ્ડરશોટ અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં પણ હિંસક વિરોધ કરાયો હતો.

મેટ પોલીસ આસિસ્ટન્ટ કમિશનર મેટ ટ્વિસ્ટે જણાવ્યું હતું કે, “ગત રાત્રે અમારા અધિકારીઓએ અવ્યવસ્થા અને હિંસાનો સામનો કરવો પડ્યો હતો. અમારા વિચારો પીડિતો અને સાઉથપોર્ટમાં સૌથી ભયાનક હુમલાથી પ્રભાવિત થયેલા લોકોના પરિવારો સાથે છે. શરમજનક છે કે કેટલાક લોકોએ આ દુર્ઘટનાને તેમની પોતાની હિંસા અને ગુનાખોરીના સમર્થન તરીકે શોષણ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે સુનિશ્ચિત કરીશું કે કોઈપણ હિંસક અવ્યવસ્થા અને ગુનાહિત વર્તનમાં સામેલ કોઈપણને અટકાવી તેમની ધરપકડ કરી ન્યાયનો સામનો કરવામાં આવશે.”

LEAVE A REPLY