FILE PHOTO: REUTERS/Evelyn Hockstein and Octavio Jones/File Photo

અમેરિકામાં 5 નવેમ્બર 2024ના રોજ રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટિક હરીફ કમલા હેરિસ વચ્ચે પ્રેસિડન્ટની ઐતિહાસિક ચૂંટણી યોજાઈ રહી છે. બંને નેતાઓએ બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં મતદારોને રિઝવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા હતાં. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોઈપણ પ્રકારની હિંસા ન થાય તે માટે સાવચેતીના પગલા તરીકે અમેરિકાના અગ્રણી શહેરોમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ અને કેપિટોલ હિલની આસપાસ અભેદ સુરક્ષા કવચ ઊભું કરવામાં આવ્યું છે.

પ્રચારના અંતિમ દિવસે આક્રમક નિવેદન માટે જાણીતા ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પ નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને મિશિગનમાં રેલીઓ યોજી હતી જ્યારે હેરિસે ફિલાડેલ્ફિયા અને પેન્સિલવેનિયામાં પિટ્સબર્ગમાં સમર્થકોને સંબોધિત કર્યા હતાં.

સમગ્ર યુ.એસ.માં વહેલા અને મેલ-ઇન મતદાનને ટ્રૅક કરતી યુનિવર્સિટી ઑફ ફ્લોરિડાની ઇલેક્શન લેબ અનુસાર 78 મિલિયનથી વધુ અમેરિકનો પહેલેથી જ તેમના મત આપી ચૂક્યા છે.

19 ઈલેક્ટોરલ કોલેજ વોટ સાથે સાત બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં પેન્સિલવેનિયા સૌથી મહત્વપૂર્ણ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. નોર્થ કેરોલિના અને જ્યોર્જિયામાં 16, મિશિગનમાં 15 અને એરિઝોનામાં 11 ઇલેક્ટોરલ વોટ છે. બીજા બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં વિસ્કોન્સિનમાં 10 અને નેવાડામાં છ ઇલેક્ટ્રોરલ વોટ છે.

અમેરિકામાં 50 રાજ્યો છે અને તેમાંથી સ્વિંગ રાજ્યો સિવાય મોટાભાગના રાજ્યો દરેક ચૂંટણીમાં એક જ પક્ષને મત આપે છે. વસ્તીનાઆધારે, રાજ્યોને ઇલેક્ટોરલ કૉલેજ વોટ આપવામાં આવે છે.

ટ્રમ્પ અને હેરિસ વચ્ચે કુલ કુલ 538 ઇલેક્ટોરલ કૉલેજ વોટ માટે રસાકસી છે. ચૂંટણીમાં 270 કે તેથી વધુ ઇલેક્ટ્રોલ વોટ મેળવનારા ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે.

આ ચૂંટણીને ઐતિહાસિક ગણાવવામાં આવી રહી છે કારણ કે તે છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્રમુખપદની સૌથી વધુ રસાકસી ભરેલી રેસ છે.

જો હેરિસ રેસ જીતી જશે તો ઈતિહાસ રચાશે કારણ કે તેઓ પ્રથમ મહિલા, પ્રથમ અશ્વેત મહિલા અને દક્ષિણ એશિયાઈ વંશની પ્રથમ એસ પ્રમુખ બનશે.

પિટ્સબર્ગમાં તેમની રેલીમાં ટ્રમ્પે ફરીથી બાઇડન-હેરિસ વહીવટીતંત્ર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે અમેરિકન લોકોએ છેલ્લા ચાર વર્ષમાં “આપત્તિજનક નિષ્ફળતા, વિશ્વાસઘાત અને અપમાન સહન કર્યાં છે. આપણે નબળાઈ, અસમર્થતા, પતન સાથે સમાધાન કરવાની જરૂર નથી. આવતીકાલે તમારા મતથી અમે દેશ સામેની દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકીશું તથા અમેરિકા અને ખરેખર સમગ્ર વિશ્વને ગૌરવની નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. આપણા દેશના ઈતિહાસની સૌથી મહત્વની રાજકીય ઘટનાથી એક દિવસ દૂર છીએ, પરંતુ તમારે બહાર નીકળીને મત આપવો પડશે! આપણે સાથે મળીને અમેરિકાને ફરીથી મહાન બનાવીશું.

ચૂંટણીના દિવસ પહેલાની અંતિમ રેલીઓમાં હેરિસે વિભાજનકારી નીતિઓનો અંત લાવવાનું વચન આપ્યું હતું અને દેશને વધુ સારા ભવિષ્ય તરફ લઈ જવા માટે એકતાથી કામ કરવા હાકલ કરી હતી. ઉપપ્રમુખે લોકોને બહાર નીકળીને મતદાન કરવાની પણ હાકલ કરી હતી.

છેલ્લા કેટલાક દિવસોના પ્રચારમાં દરમિયાન હેરિસ ચૂંટણીને દેશની મૂળભૂત સ્વતંત્રતાઓના રક્ષણ, બંધારણીય મૂલ્યોના રક્ષણ અને મહિલાઓના અધિકારોને સુનિશ્ચિત કરવાના મુદ્દા ઉઠાવ્યા હતાં. તેમની રેલીઓમાં, ટ્રમ્પ અર્થવ્યવસ્થાના પુનઃનિર્માણ અને યુએસને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી મુક્તિ આપવાનું વચન આપ્યું હતું.

LEAVE A REPLY