આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે વોચડોગ્સ પર સરકારનું દબાણ ઘણી નીતિઓ પર પુનર્વિચાર કરવાની ફરજ પાડી રહ્યું છે ત્યારે બ્રિટનના ટોચના બે ફાઇનાન્સીયલ રેગ્યુલેટર્સ ફાઇનાન્સીયલ કન્ડક્ટ ઓથોરિટી અને પ્રુડેન્શિયલ રેગ્યુલેશન ઓથોરિટીએ દ્વારા વિવિધતા અને સમાવેશ માટેના કડક નિયમો લાદવાની યોજનાઓ રદ કરી છે.
રાજકારણીઓ અને બિઝનેસીસ દ્વારા વ્યાપક ટીકાઓ થયા પછી, FCA અને PRAએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ કંપનીઓને તેમની વિવિધતા અને સમાવેશ નીતિઓ વિશે વધુ ખુલાસો કરવાની જરૂર હોય તેવી યોજનાઓ સાથે આગળ વધશે નહીં.
આ પગલું વડા પ્રધાન સર કેર સ્ટાર્મરની સેપરેટ પેયમેન્ટ રેગ્યુલેટરને રદ કરવાની યોજના સાથે આવ્યું છે. તો ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી આ ક્ષેત્રે યુએસ કંપનીઓની ઝડપી પીછેહઠને પણ પ્રતિબિંબિત કરે છે.
બેંક ઓફ ઈંગ્લેન્ડનો ભાગ ગણાતા FCA અને PRA દ્વારા સપ્ટેમ્બર 2023માં યોજના લવાઇ હતી કે નાણાકીય સેવાઓ આપતી કંપનીઓને વય, વંશીયતા, લિંગ, ધર્મ અને જાતીય અભિગમ સહિત સ્ટાફની વિવિધતા પરના વધુ ડેટા રિપોર્ટ કરવાની જરૂર પડશે.
બંને રેગ્યુલેટર્સે બુધવારે પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે આ યોજનાઓ ટીકાઓના જવાબમાં પડતી મૂકવામાં આવી રહી છે.
