(istockphoto.com)

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ગુરુવારે જારી કરેલા શિયાળાના સમયપત્રકમાં મુજબ સુરતથી બેંગકોકની ચાર વીકલી ફ્લાઇટ્સ ચાલુ થશે. આ ફ્લાઇટ એર ઇન્ડિયા એક્સપ્રેસ ઓપરેટ કરશે.

આ ઉપરાંત મુંબઈ માટેની ડેઇલી ફ્લાઇટ ચાલુ થશે. સુરતીઓને શિયાળુ સમયપત્રકમાં ચેન્નાઈ માટે વધારાની ફ્લાઈટ પણ મળશે. આના સાથે ચેન્નાઇની કુલ ફ્લાઇટની સંખ્યા વધીને સપ્તાહમાં ચાર થઈ છે. નવું શિયાળુ સમયપત્ર 27 ઓક્ટોબરથી અમલી બનશે. મુંબઈ માટેની ફ્લાઇટ દરરોજ 8.20 વાગ્યે ઉપડશે. તેનાથી મુંબઈ અને સુરતની કનેક્ટિવિટીમાં વધારો થશે.

LEAVE A REPLY