ભારતીય ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજને કેનેડાના મેગેઝિન-બિલબોર્ડ કેનેડાના કવર પેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું, આ સન્માન મેળવનાર તે પ્રથમ ભારતીય કલાકાર છે. મેગેઝિનની પ્રથમ પ્રિન્ટ આવૃત્તિમાં દિલજિતની દિલ-લુમિનાટી ટૂરની ખાસ વિગતો રજૂ કરવામાં આવશે. 19 ઓક્ટોબરના રોજ બિલબોર્ડ કેનેડાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સમાચાર કવર પેજ પર દિલજીતના ફોટો સાથે પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, “બિલબોર્ડની વિશેષ આવૃત્તિમાં પ્રથમ ભારતીય કલાકાર તરીકે દિલજીત દોસાંઝ વૈશ્વિક ઇતિહાસ રચશે. આ જાણીતા મેગેઝિન માટે એક યાદગાર ક્ષણ છે.” દિલજીતે તાજેતરમાં અમેરિકા અને યુરોપના દેશોમાં કાર્યક્રમો કર્યા હતા. દિલજીતે તાજેતરમાં જ ‘બોર્ડર 2’ માં તેના અભિનયની જાહેરાત કરી હતી, જેમાં સની દેઓલ અને વરુણ ધવન પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં ભારતમાં શરૂ થવાની સંભાવના છે.

LEAVE A REPLY