(PTI Photo)

યુએસએની કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની વિદ્યાર્થીની ધ્રુવી પટેલને મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024ની વિજેતા જાહેર કરાઈ હતી. ન્યૂ જર્સના એડિસનમાં ધ્રુવી પટેલને ભારતની બહાર યોજાતી આ ભારતીય સૌંદર્ય સ્પર્ધાનો તાજ પહેરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં સુરીનામની લિસા અબ્દોએલહક ફર્સ્ટ રનર-અપ અને નેધરલેન્ડની માલવિકા શર્માને સેકન્ડ રનર-અપ બની હતી.

ધ્રુવી બોલિવૂડ એક્ટર અને યુનિસેફ એમ્બેસેડર બનવા માગે છે. ધ્રુવીએ જણાવ્યું હતું કે “મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડનો તાજ એક અવિશ્વસનીય સન્માન છે. તે એક તાજ કરતાં વધુ છે – તે મારા વારસા, મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તરે અન્ય લોકોને પ્રેરણા આપવાની તકનું પ્રતિનિધિત્વ કરે છે.”

શ્રીમતી કેટેગરીમા ત્રિનિદાદ અને ટોબેગોની સુએન મૌટેટ વિજેતા બની હતી, જેમાં સ્નેહા નામ્બિયાર ફર્સ્ટ અને યુનાઇટેડ કિંગડમની પવનદીપ કૌર સેકન્ડ રનર અપ બની હતી. ટીન કેટેગરીમાં, ગ્વાડેલુપની સિએરા સુરેતને મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડનો તાજ પહેરાવામાં આવ્યો હતો. નેધરલેન્ડની શ્રેયા સિંહ અને સુરીનામની શ્રદ્ધા ટેડજો ફર્સ્ટ અને સેકન્ડ રનર્સ અપ જાહેર કરવામાં આવી હતી.

આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ન્યૂયોર્ક સ્થિત ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા કરવામાં આવે છે અને ભારતીય-અમેરિકન નીલમ અને ધર્માત્મા સરન તેની આગેવાની કરે છે. આ વર્ષે આ સ્પર્ધાની 31મી વર્ષગાંઠ છે.

LEAVE A REPLY