BJP released another list of 6 candidates
. (ANI Photo)

જૂનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં વિજય પછી ભાજપે નવા મેયર તરીકે બુધવારે ધર્મેશ પોસિયાની વરણી કરી હતી. આ ઉપરાંત 68 નગરપાલિકાના પ્રમુખો અને હોદ્દેદારોની પણ નિયુક્તિ કરાઈ હતી.

જૂનાગઢના ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પલ્લવી ઠાકરની વરણી કરાઈ હતી. શાસક પક્ષ નેતા તરીકે મનન અભાણીની નિમણૂક થઈ હતી.

જૂનાગઢ મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે હેટ્રીક મારી હતી અને 60 બેઠકમાંથી 48 બેઠક પર જીત મેળવી હતી. કોંગ્રેસના ભાગે 11 અને આમ આદમી પાર્ટીના ફાળે 1 બેઠક આવી હતી.

ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સપાટો બોલાવ્યો હતો. 16 ફેબ્રુઆરીએ 66 નગરપાલિકા, જુનાગઢ મહાનગરપાલિકા તેમજ કપડવંજ, કઠલાલ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી
ગાંધીનગરમાં પ્રદેશ ભાજપના વડા સી. આર. પાટીલના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં રાજ્યની મહાનગરપાલિકા તથા નગરપાલિકાના પ્રમુખના નામો નક્કી કરાયા હતા.

 

LEAVE A REPLY