ANI_

કરીના કપૂરની કારકિર્દી અત્યારે રસપ્રદ તબક્કામાંથી પસાર થઇ રહી છે. એક તરફ તેની અલગ પ્રકારની ફિલ્મો જાનેજાન, ધ બકિંગહામ મર્ડર્સ અને ક્રુ રજૂ થઇ છે તો બીજી તરફ તેની મોટા બેનરની ફિલ્મો સિંઘમ અગેઇન અને હવે યશ સાથેની ટોક્સિકની આતુરતાથી રાહ જોવાઇ રહી છે.

નોંધપાત્ર બાબત એ છે કે હવે બોલીવૂડમાં આવી અભિનેત્રીઓને મોટી ફિલ્મોમાં કામ કરવા મળે છે. બાકી એક જમાનામાં તો અભિનેત્રી લગ્ન કરે એટલે તે સાથે જ તેની કારકિર્દી પણ પૂર્ણવિરામ મુકાઇ જતું હતું.

કરીનાના ચાહકો જાણે છે તેમ તે રોહિત શેટ્ટીની નવી ફિલ્મ સિંઘમ અગેઇન પણ કરી રહી છે. સિંઘમ અગેઇનમાં કરીના કપૂર ડીસીપી બાજીરાવ સિંઘમ એટલે અજય દેવગણની પત્ની અવની કામતની ભૂમિકામાં જોવા મળશે. રીમા કાગતીની સાયકોલોજિકલ ક્રાઇમ થ્રીલરમાં રહસ્યમયી રોઝીની ભૂમિકામાં કરીનાના કામની પણ ખાસ નોંધ લેવાઇ હતી.

દોઢ કલાકની ધ બકિંગહામ મર્ડર્સ મૂળ તો કેટ વિન્સલેટની મેર ઓફ ઇસ્ટટાઉનથી પ્રેરિત છે. કરીનાને જસ ભામરા તરીકે પોતાની અંદર રહેલી કેટ વિન્સલેટને બહાર લાવવાની તક મળી છે. કરીના કપૂર માટે આ વિદેશી કોપની ભૂમિકા રસપ્રદ એટલા માટે બની રહી છે કે હવે તે સિંઘમ અગેઇનમાં ફરી દેશી કોપ તરીકે દેખાશે.

LEAVE A REPLY