Photo: Department of Business and Trade

ડીપાર્ટમેમન્ટ ઓફ બિઝનેસ એન્ડ ટ્રેડ દ્વારા સેન્ટ્રલ લંડનના લેન્કાસ્ટર હાઉસ ખાતે તા. 24ની રાત્રે ઇફ્તારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહેલા બિઝનેસ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે ‘’હું દૃઢપણે માનું છું કે ધાર્મિક સમુદાયો તેમના સ્થાનિક સમુદાયો, આપણી અર્થવ્યવસ્થા અને આપણી રાજકીય વ્યવસ્થામાં જે સકારાત્મક તફાવત લાવે છે. મને લાગે છે કે વિવિધ ધર્મોના લોકો એકબીજા સાથે વધુ જોડાણ કરી શકે છે. હું વિશ્વભરના મુસ્લિમોની ભક્તિ, ઉપવાસની શિસ્ત અને ઈદની ઉજવણીમાંથી વ્યક્તિગત પ્રેરણા લઉં છું.’’

શ્રી રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે ‘’આપણા ધાર્મિક સમુદાયો જ આપણને શીખવે છે કે આપણી એકબીજા પ્રત્યે જવાબદારી છે અને ધાર્મિક સમુદાયોએ આપણી સામાજિક મૂડીનો ખૂબ વિકાસ કર્યો છે. યુકેને મુસ્લિમ ઉદ્યોગસાહસિકો અને બિઝનેસીસના ખૂબ આશીર્વાદ મળ્યા છે અને તેમણે દેશના અર્થતંત્ર પર ખૂબ જ સકારાત્મક અસર કરી છે. સરકાર તરીકે અમારું પહેલું મિશન આર્થિક વિકાસને આગળ ધપાવીને જીવનધોરણ વધારવાનું છે. અને તે કરવા માટે અમે પડકારજનક સમયમાં દેશ અને વિદેશમાં બિઝનેસ નેતાઓનો વિશ્વાસ કેળવવા માટે કામ કરી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય વધુ સારા પગારવાળી અને વધુ સુરક્ષિત નોકરીઓ બનાવવાનો છે.’’

આ પ્રસંગે ભારતીય ઉચ્ચાયુક્ત તરફથી વિક્રમ દોરાઇસ્વામી સહિત સરકારના નવા વેપાર બોર્ડના સભ્યો ઓમર અલી, કેથરિન મેકગિનેસ, પોલ લિન્ડલી, સારાહ વોકર, માઇક હોવેસ અને માઇક સોઉટર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY