દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં છે સત્તારુઢ આમ આદમી પાર્ટીનો રકાસ થયો છે. પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિત અનેક દિગ્ગજોની હાર થઇ હતી. બીજી તરફ ભાજપને પાટનગરમાં 27 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી મળી છે. કુલ 70 બેઠકોમાંથી ભાજપે 48 અને આમ આદમી પાર્ટી (AAP)ને 22 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી. 1993માં ભાજપને 49 બેઠકો મળી હતી અને 5 વર્ષની સરકારમાં મદનલાલ ખુરાના, સાહિબસિંહ વર્મા અને સુષ્મા સ્વરાજને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 1998 પછી કોંગ્રેસની 15 વર્ષ સુધી સરકાર હતી અને તેમાં શીલા દીક્ષિત મુખ્ય પ્રધાન હતા. ત્યારપછી 2013થી આમ આદમી પાર્ટીની સરકાર હતી.
આવા ભવ્ય વિજય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલત ખાતે ગયા હતા અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજે દિલ્હીના લોકોમાં ઉત્સાહની સાથે શાંતિ પણ છે. દિલ્હીને આપ-દાથી મુક્ત કરાવવામાં વિજય અને શાંતિનો ઉત્સાહ છે. તમે ખુલ્લા દિલથી પ્રેમ આપ્યો. હું દિલ્હીના લોકોને વંદન કરું છું. દિલ્હીના લોકોનો આ પ્રેમ, વિશ્વાસના અમે ઋણી રહીશું. દિલ્હીની ડબલ એન્જિન સરકાર દિલ્હીનો બમણી ગતિએ વિકાસ કરીને આ ઋણ ચૂકવશે.

LEAVE A REPLY