FILE PHOTO (ANI Photo)
ભારતની ખૂબજ લોકપ્રિય આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની એક ફ્રેન્ચાઈઝી, દિલ્હી કેપિટલ્સના માલિકો – જીએમઆર ગ્રુપે ઈંગ્લેન્ડની હેમ્પશાયર કાઉન્ટી ટીમ £120 મિલિયનમાં ખરીદી લેવાનો સોદો નક્કી કર્યો છે.
આ સોદાના ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની બહાલી મળશે તો કોઈ વિદેશીને ઈંગ્લેન્ડની કોઈપણ કાઉન્ટી ટીમની માલિકી પ્રથમવાર મળશે.
દિલ્હી કેપિટલ્સમાં જીએમઆર ગ્રુપ અને જેએસડબ્લ્યુ ગ્રુપ 50-50 ટકા હિસ્સો ધરાવે છે. જીએમઆર ગ્રુપ આ ઉપરાંત યુએઈની આઈએલ ટી-20 લીગમાં દુબલ કેપિટલ્સ તથા અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં સીએટલ ઓર્કાસની માલિકીમાં પણ 50 ટકા હિસ્સો ધરાવે છે.
આ અગાઉ રાજસ્થાન રોયલ્સે હેડિંગ્લી ખાતે યોર્કશાયરનો ટેકોઓવર માટે રસ દાખવ્યો હતો અને એ પ્રક્રિયા હજી ચાલી જ રહી છે.

LEAVE A REPLY