દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ રહ્યા છે. જે વલણો બહાર આવ્યા છે તેમાં, ભાજપને 27 વર્ષ પછી ફરીથી સત્તા મળવાનું સ્પષ્ઠ થયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, 70 બેઠકોમાંથી, ભાજપ 48 બેઠકો પર અને આમ આદમી પાર્ટી (AAP) 22 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ કે અન્ય પક્ષો ક્યાંય સ્પર્ધામાં નથી.
આ વલણો જાહેર થયા પછી દેશભરમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધન કરે તેવી સંભાવના છે. છેલ્લે 1993માં દિલ્હીમાં ભાજપની સરકાર હતી. ત્યારે ભાજપે 5 વર્ષમાં 49 બેઠકો જીતી અને 3 મુખ્ય પ્રધાન બદલ્યા હતા.
મત ગણતરી AAPના કન્વીનર કેજરીવાલ નવી દિલ્હી બેઠક પર ભાજપના પ્રવેશ વર્માથી 1800 મતોથી પાછળ હતા. તો બીજી તરફ, મનીષ સિસોદિયા જંગપુર સીટ પરથી ભાજપના ઉમેદવાર સામે હારી ગયા છે.