ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ધ હંડ્રેડ ફ્રેન્ચાઇઝીના £520 મિલિયનના વેચાણ સોદાને આખરી ઓપ આપવાની સમયમર્યાદાને એપ્રિલ સુધી લંબાવી છે. વેચાણ સમજૂતીની શરતો અને ખાસ કરીને ભાવિ બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ અંગે ટીમોના ભાવિ માલિકોએ ચિંતા વ્યક્ત કર્યા પછી ઇસીબીએ આ નિર્ણય કર્યો હતો.
આ સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો આઠ સપ્તાહનો સમયગાળો પૂરો થઈ ગયો છે અને હવે એપ્રિલના અંત સુધી મંત્રણા ચાલુ રહે તેવી શક્યતા છે. તમામ પક્ષકારોએ ડીલ્સ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, પરંતુ કેટલાંક મુદ્દાનો ઉકેલ આવ્યો નથી, એમ ટેલિગ્રાફના અહેવાલમાં જણાવાયું હતું.
વિલંબનું મુખ્ય કારણ ભાગીદારી કરાર છે, જે ECB અને રોકાણકારો વચ્ચેનો મુખ્ય કાનૂની દસ્તાવેજ છે. કુલ આઠમાંથી ચાર ટીમોના ખરીદદારોએ આ કરારની શરતો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઓવલ ઇન્વિન્સિબલ્સમાં £123 મિલિયનમાં 49 ટકા હિસ્સો ખરીદદાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શરતો સામે વાંધો ઉઠાવ્યો છે. આ ઉપરાંત લંડન સ્પિરિટ માટે £295 મિલિયનનું બિડિંગ કરનારા ક્રિકેટ ઇન્વેસ્ટર હોલ્ડિંગ્સે પણ વાંધો ઉઠાવ્યો છે. ક્રિકેટ ઇન્વેસ્ટર હોલ્ડિંગ અમેરિકાના ટેક ઉદ્યોગસાહસિકોનું કન્સોર્ટિયમ છે.
વાટાઘાટો સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ભવિષ્યના ટેલિવિઝન હકો અંગે છે. ઇસીબીએ સ્કાય સ્પોર્ટર્સ સાથેના સમજૂતીમાં ધ હંડ્રેસનો સમાવેશ કરે છે. આ સમજૂતી 2028-32 સુધી અમલી રહેશે. જોકે કેટલાંક નવા માલિકો માગણી કરી રહ્યાં છે કે સૌથી ઊંચા બિડરને પ્રસારણ હકો આપવા જોઇએ. ભારતમાં આવા મોડલનો ઉપયોગ થાય છે.
ટેલિવિઝન રાઇટ્સ ઇશ્યૂ ખાસ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્વપૂર્ણ છે. રિલાયન્સ ડિઝની સાથેના સંયુક્ત સાહસ અને ટેલિકોમ કંપની જિયોની માલિકી દ્વારા મીડિયામાં રસ ધરાવે છે.s will
