પૂણેના MCA સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં શુક્રવારે બીજા દિવસની રમતને અંતે ન્યૂઝીલેન્ડ મજબૂત પકડ જમાવી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમે 5 વિકેટ ગુમાવી 198 રન બનાવી લીધા હતાં. તેનાથી તેની કુલ 301 રન થઈ હતી.
ભારતની ટીમ પ્રથમ દાવમાં 45.3 ઓવરમાં માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ જતાં ન્યૂઝીલેન્ડને પ્રથમ ઇનિંગમાં મહત્ત્વની 103ની લીડ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે 53 રન રન આપીને સાત વિકેટ ઝડપી હતી.
બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમ 86 રન, વિલ યંગ 23, ડેરીલ મિચેલ 18, ડેવોન કોનવે 17 અને રચિન રવીન્દ્ર 9 રન બનાવીને આઉટ થયા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિનને 1 વિકેટ મળી હતી. સુંદરે પહેલી ઇનિંગમાં 7 અને બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપતા મેચમાં કુલ 11 વિકેટ ઝડપી લીધી હતી.
ભારત પ્રવાસે આવેલ ન્યૂઝીલેન્ડ અહીં ત્રણ ટેસ્ટ સીરીઝ રમવાનું છે. બેંગલુરુ ટેસ્ટમાં જીત્યા બાદ ન્યૂઝીલેન્ડ 1-0 થી આગળ છે. ગુરુવારથી પૂણે ખાતે બીજી ટેસ્ટ મેચ શરુ થઈ હતી.
બેંગ્લુરુની જેમ પૂણેમાં પણ ટીમ ઈન્ડિયાની હાલત નબળી જોવા મળી હતી. બીજી ટેસ્ટમાં ધબડકો થતાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 156 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ માટે સૌથી વધુ સ્કોર મિડલ ઓર્ડર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કર્યો હતો. તેને 46 બોલમાં 38 રન કર્યાં હતાં. પ્રથમ ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેઓ અનુક્રમે શૂન્ય અને એક રન જ બનાવીને આઉટ થયા હતાં. મિશેલ સેન્ટનરે ન્યૂઝીલેન્ડ વતી સૌથી વધુ 7 વિકેટો ઝડપી હતી. તેના સિવાય ગ્લેન ફિલિપ્સ 2 અને સાઉથી 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ ટીમને પ્રથમ દાવના આધારે 103 રનની લીડ મળી
યશસ્વી જયસ્વાલ 30 રન બનાવી ગ્લેન ફિલિપ્સના બોલ પર ડેરિલ મિશેલના હાથે કેચ આઉટ થયો. ત્યારબાદ રિષભ પંત (18) પણ ક્લીન બોલ્ડ થયો હતો. પંત જ્યારે આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 83/5 હતો. ત્યારબાદ સરફરાઝ ખાન (11) કેચ આઉટ થયો અનેરવિચંદ્રન અશ્વિન (4) પણ મિશેલ સેન્ટનરનો શિકાર બન્યો હતો. અશ્વિન આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 103/7 હતો.