કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને ઝોમેટોના સહ-સ્થાપક અને સીઈઓ- દીપેન્દ્ર ગોયલ (ANI Photo/Sanjay Sharma)

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું માર્કેટકેપ સોમવાર, 15 જુલાઈએ $2 ટ્રિલિયનના આંકને વટાવ્યા તેના સ્થાપક દીપિન્દર ગોયલ ભારતમાં અબજોપતિઓની એલિટ ક્લબમાં સામેલ થયા હતા. ઝોમેટોના શેર સોમવાર, 15 જુલાઈના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 4.2%ના ઉછાળા સાથે ₹232ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યા હતાં.

IIT દિલ્હીના સ્નાતક દીપિન્દર ગોયલે 2008માં પંકજ ચઢ્ઢા સાથે ઝોમેટોની સહ-સ્થાપના કરી હતી. તે સમયે કંપનીનું નામ ફૂડીબે હતું અને તે એક રેસ્ટોરન્ટ ડિરેક્ટરી હતી. શરૂઆતની સફળતા બાદ 2010માં પ્લેટફોર્મનું નામ ઝોમેટો રાખવામાં આવ્યું અને 2018-19માં $1 બિલિયનનું માર્કેટ વેલ્યુએશન હાંસલ કરી આ કંપની યુનિકોર્ન બની હતી. તે જ વર્ષે પંકજ ચઢ્ઢા કંપનીમાંથી નીકળી ગયા હતાં.

ફોર્બ્સ અનુસાર ગોયલની રિયલ ટાઈમ નેટવર્થ $1.4 બિલિયન છે, જે આ વર્ષે લગભગ $33 મિલિયન વધી છે. આ સાથે ઝોમેટોમાં 36.95 કરોડ શેર અથવા 4.24% હિસ્સો ધરાવતા ગોયલ ભારતના સૌથી ધનિક પ્રોફેશનલ મેનેજર બન્યા છે.

કંપની 2022માં બહુચર્ચિત પ્રારંભિક જાહેર ઓફર (IPO) લાવી હતી. છેલ્લા એક વર્ષ દરમિયાન, કંપનીના શેરમાં 184% વધારો થયો છે. કંપનીએ Q4-FY24માં ₹175 કરોડનો એકંદર ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹138 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન ₹86 કરોડના EBITDA સાથે આવક વધીને ₹3,562 કરોડ થઈ હતી.

LEAVE A REPLY