બોલિવૂડ દંપતી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ રવિવાર, 8 સપ્ટેમ્બરે 2024ના રોજ પ્રથમ બાળકના માતાપિતા બન્યા હતાં. આ સેલિબ્રિટી દંપતીએ રવિવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના પ્રથમ બાળક – એક બાળકીના જન્મની જાહેરાત કરી હતી. દંપતીએ એક નોંધ સાથે સંયુક્ત પોસ્ટ શેર કરી હતા, જેમા લખ્યું હતું કે “વેલકમ બેબી ગર્લ. 8.09.2024. દીપિકા અને રણવીર.” 2013માં રામ લીલાના સેટ પર રિલેશનશીપની કરનાર અને 2018માં લગ્ન કરનાર દંપતીએ આ વર્ષની શરૂઆતમાં દીપિકાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી.
દીપિકાને શનિવારે, સાત સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના દિવસે બપોરે મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. તેની સાથે રણવીર સિંહ અને તેનો પરિવાર પણ હાજર હતો. અગાઉ 6 સપ્ટેમ્બરે દીપિકા બાપ્પાનાં દર્શન કરવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી.
થોડા દિવસો પહેલાં જ દીપિકાએ તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અભિનેત્રીએ સોમવારે સાંજે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 14 ફોટા શેર કર્યા હતાં.થોડા દિવસો પહેલાં જ દીપિકાએ તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અભિનેત્રીએ સોમવારે સાંજે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 14 ફોટા શેર કર્યા હતાં.