(EPA-EFE/TP BINU VIA PTI)(PTI07_31_2024_000325

કેરળના પર્વતીયાળ વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે મંગળવાર વહેલી સવારે ત્રણ જગ્યાએ થયેલા વિનાશક ભૂસ્ખલનનો મૃત્યુઆંક બુધવારે વધીને 360 થયો હતો અને હજુ 206 લોકો લાપતા છે. સેંકડો લોકો કાદવકીચડમાં દટાયા હોવાથી મૃત્યુઆંકમાં વધારો થવાની દહેશત છે. કેરળની એક સૌથી મોટી કુદરતી આપત્તિમાં મુંડક્કાઈ, ચૂરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા સહિતના મનોહર ગામડાઓમાં મોત અને વિનાશ સર્જાયો હતો. વાયનાડ જિલ્લા વહીવટીતંત્રે આ આફતમાં 260 લોકોના મોતની પુષ્ટિ કરી હતી.

ભારે ભુસ્ખલને કારણે પુલ અને રસ્તાઓ વહી ગયા હતા અને ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા બની ગયા હતા. અનેક મકાનો ધરાશાયી થયાં હતાં અને જળાશયો ઊભરાયાં હતાં. અનેક વૃક્ષો ઉખડી ગયાં હતાં.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 158 લોકો માર્યા ગયા છે. ઘરમાં અને ઘરની બહાર ફસાયેલા અનેક લોકો ફોન પર વાતચીત કરતી વખતે રડતા અને બચાવવાની ગુહાર લગાવતા હતા, કારણ કે બહાર નીકળવાનો કોઇ રસ્તો રહ્યો ન હતી.

અગાઉ આ ટ્રેજડી અંગે તિરુવનંતપુરમમાં રાજ્યના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને કહ્યું હતું કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને એક આખો પ્રદેશ નાશ પામ્યો હતો. અત્યાર સુધીમાં 144 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.128 લોકોની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 3,000 વધુ લોકોને 45 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. મલપ્પુરમ જિલ્લાના પોથુકલ્લુમાં ચાલિયાર નદીમાંથી 16 મૃતદેહો મળી આવ્યા છે.

વિજયને જણાવ્યું હતું કે ઘણા લોકો મદદની ઓફર કરી રહ્યા છે, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારો અને જીવનના પુનઃનિર્માણ માટે વધુ મદદની જરૂર છે, અને દરેકને મુખ્યમંત્રીના આપત્તિ રાહત ફંડમાં યોગદાન આપવા વિનંતી કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે પ્રથમ ભૂસ્ખલન સવારે 2 વાગ્યે થયું હતું અને બીજું ભૂસ્ખલન સવારે 4.10 વાગ્યે થયું હતું.

મેપ્પડી, મુંડક્કાઈ અને ચૂરલમાલા વિસ્તારો સંપર્ક વિહોણા બન્યાં છે. ચૂરલમાલા-મુંડક્કાઈના તમામ રોડ ધોવાઈ ગયા છે. વેલ્લારીમાલા જીએચએસએસ શાળા સંપૂર્ણપણે કાટમાળ નીચે દટાઈ ગઈ છે અને ઈરુવાઝિંજીપુઝા નદી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. હજુ પણ લોકો કાદવ નીચે ફસાયેલા છે અને પૂરના પાણીમાં તણાઈ ગયા છે. તેમને શોધવાના પ્રયાસો ચાલુ રહેશે. બચાવ કામગીરી ચાલુ રાખવા માટે તમામ સંભવિત સંસાધનો અને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે.

ખરાબ હવામાન વચ્ચે આર્મી, નેવી અને એનડીઆરએફની બનેલી બચાવ ટીમો સામૂહિક રીતે બચી ગયેલા લોકોને શોધી રહી છે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય પૂરી પાડવા માટે બહુવિધ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે.બચાવ પ્રયાસોને વધુ વેગ આપવા માટે કન્નુર સ્થિત ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સ (ડીએસસી) સેન્ટરમાંથી 200 સૈનિકોની વધારાની કોલમ, મેડિકલ ટીમો અને ઇક્વિપમેન્ટ મોકલવામાં આવ્યાં હતા. કોઝિકોડની પ્રાદેશિક સેનાને પણ રાહત અને બચાવમાં સામેલ કરાઈ હતી.

LEAVE A REPLY