બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી અને રૂ. 50 લાખની ખંડણી માગવાના સંદર્ભમાં મુંબઈ પોલીસે ખંડણીનો કેસ દાખલ કરીને છત્તીસગઢના એક વકીલને સમન્સ પાઠવ્યું હતું.
છત્તીસગઢની રાજધાનીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાયપુરના વકીલના નામે નોંધાયેલા ફોન નંબર પરથી ધમકીભરી કોલ કરવામાં આવ્યાં હતાં. જોકે વકીલે પોલીસને જણાવ્યું કે ગયા અઠવાડિયે તેનો ફોન ખોવાઈ ગયો હતો અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
અભિનેતા સલમાન ખાનને કથિત રૂપે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી આપવામાં આવેલી સંખ્યાબંધ ધમકીઓ પછી હવે શાહરૂખ ખાનને આ ધમકી મળી હતી. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનને શાહરૂખ ખાનને ધમકી આપતો અને 50 લાખ રૂપિયાની માંગણી કરતો ફોન આવ્યો હતો. પોલીસે તપાસ માટે વિવિધ ટીમોને વિવિધ સ્થળોએ રવાના કરી હતી. શાહરૂખ ખાનને મળેલી ધમકીની તપાસના ભાગરૂપે, મુંબઈ પોલીસે રાયપુરની મુલાકાત લીધી હતી અને અહીંના પાંડરી પોલીસ સ્ટેશનની હદમાં રહેતા ફૈઝાન ખાન તરીકે ઓળખાતા વકીલને સમન્સ હતાં. પ્રાથમિક માહિતી મુજબ, અભિનેતાને ધમકીભર્યો કોલ ફૈઝાનના નામે નોંધાયેલા ફોન નંબર પરથી કરવામાં આવ્યો હતો,
