ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) નામનો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી કોવિડ-19 મહામારી પછી બીજા આરોગ્ય સંકટની ચિંતા ઊભી થઈ છે. ચીનમાં આ વાયરસના કેસોથી હોસ્પિટલો ભરાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં ગંભીર સ્થિતિનું વર્ણન કરાઈ રહ્યું છે, પરંતુ ચીન કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ કોઇ ઇમર્જન્સની જાહેરાત કરી હતી.
ચીનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વાયરસ દેશના ઉત્તરીય પ્રદેશોમાં ફેલાઈ રહ્યો છે. ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પુષ્ટિ આપી હતી કે ઉત્તર ચીન સૌથી વધુ અસરગ્રસ્ત છે. HMPVનો તમામ ઉંમરના લોકોને ચેપ લગાવી શકે છે, તે બાળકોમાં ઝડપથી ફેલાય છે.
ચીનમાં શ્વસન સંબંધી બિમારીઓ ચિંતાજનક રીતે વધી રહી હોવાથી હોસ્પિટલો ભરાઈ ગઈ હોવાની અને હેલ્થકેર સિસ્ટમ પર દબાણ આવ્યું હોવાની ફરિયાદ થઈ રહી છે. આરોગ્ય નિષ્ણાતો ખાસ કરીને હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના ફેલાવાને લઈને ચિંતિત છે.
HMPV કેસમાં ફલૂ જેવા લક્ષણો જોવા મળી છે. તેનાથી ખાસ કરીને બાળકો અને મોટી ઉંમરના લોકોમાં ગંભીર શ્વસન સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
એચએમપીવી એ એક શ્વસન વાયરસ છે જે ઉપલા અને નીચલા શ્વસનતં6માં ઇન્ફેક્શન ફેલાવે છે. આ વાયરસની પ્રથમ ઓળખ 2001માં થઈ હતી.
HMPVના લક્ષણો ફલૂ અને અન્ય શ્વસનતત્ર સંબંધિત ઇન્ફેક્શન જેવા હોય છે. સામાન્ય ચિહ્નોમાં ઉધરસ, તાવ અને શ્વાસની તકલીફનો સમાવેશ થાય છે. ગંભીર કિસ્સાઓમાં,વાયરસ બ્રોન્કાઇટિસ અથવા ન્યુમોનિયા જેવી જટિલતા ઊભી કરી છે. આ વાયરસ ખાંસી અને છીંકથીથી ફેલાય છે. હાથ મિલાવવા કે સ્પર્શ કરવાથી પણ તે ફેલાય છે.
એશિયન દેશોના સત્તાવાળા ફ્લૂના પ્રકોપ અને ચીનમાં ફેલાતા શ્વસન વાયરસ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ચીનની આસપાસના પ્રદેશો કડક દેખરેખના પગલાં લઈ રહ્યાં છે. ઉદાહરણ તરીકે હોંગકોંગમાં બહુ ઓછા કેસ નોંધાયા છે.