ઇલેક્ટ્રિકલ્સ રિટેલર કરીઝના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્સ બાલ્ડોકે જાહેરાત કરી છે કે રશેલ રીવ્સના “નોકરીઓ પર કર”ના પરિણામે કંપનીની ઓફશોરિંગ પરની નિર્ભરતા ‘અનિવાર્ય’ હોવાથી કરીઝને ભારતમાં વધુ બ્રિટિશ સ્ટાફને આઉટસોર્સ કરવાની ફરજ પડશે. યુકેમાં લોકોને રોજગાર આપવાના વધતા ખર્ચનો અર્થ એ છે કે કરીઝ નજીકના ભવિષ્યમાં અનિવાર્ય એવા “ઓફશોરિંગ” પર વધુ આધાર રાખશે. શ્રીમતી રીવ્સ દ્વારા જાહેર કરાયેલા કેટલાક નવા ખર્ચ નોકરીઓ માટે હાનિકારક હશે.”
તેમણે કહ્યું હતું કે “અમારી પાસે ભારતમાં 1,000 સાથીદારોનો શ્રેષ્ઠ ભાગ પહેલેથી જ છે જેમની પાસેથી તમે બધા સામાન્ય અને IT કાર્યોની અપેક્ષા રાખી શકો છો. તેઓ અમારા માટે ક્રેકિંગ કામ કરે છે.’’
કરીઝે અગાઉ ચેતવણી આપી હતી કે ચાન્સેલરના ઓક્ટોબર બજેટના પરિણામે તેને £30 મિલિયન વધારાના ખર્ચનો સામનો કરવો પડશે. રીવ્ઝે એમ્પોલયર્સ પર £25 બિલિયન નેશનલ ઇન્શ્યોરન્સ અને લઘુત્તમ વેતનમાં 6.7 ટકા વધારાની જાહેરાત કરી હતી.
બાલ્ડોકે એન્જેલા રેનરના એમ્પલોયમેન્ટ રાઇટ બિલના ભાગ રૂપે લાવવામાં આવતી નીતિઓના સંભવિત “અણધાર્યા પરિણામો” વિશે પણ ચેતવણી આપી હતી, જે નોકરીમાં પહેલા દિવસથી જ કામદારોના અધિકારોને મજબૂત બનાવશે અને યુનિયનો માટે નવી સત્તાઓનો સમાવેશ કરશે. તેમાં કામદારો માટે કામના ગેરંટીડ કલાકોની રજૂઆત જેવા પગલાં શામેલ છે.