ભારતીય ક્રિકેટર રિન્કું સિંહ સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્ન કરશે. પ્રિયા સરોજ ઉત્તરપ્રદેશના મછલીશહરમાંથી લોકસભાના સાંસદ છે. હાલમાં 26 વર્ષીય પ્રિયા સરોજ લોકસભામાં સૌથી યુવા મહિલા સાંસદ છે. બનેની સગાઉ લખનઉમાં થશે.
પ્રિયા સરોજના પિતા અને સપાના ભૂતપૂર્વ સાંસદ તૂફાની સરોજે બંનેના પ્રેમ સંબંધને પુષ્ટી આપતા જણાવ્યું હતું કે ટૂંકસમયમાં સગાઈ કરાશે, પરંતુ હાલ તારીખ નક્કી થઈ નથી.
અલીગઢનો રહેવાસી અને ડિલિવરી મેનનો દિકરો રિંકુ સિંહ ઉભરતો ભારતીય સ્ટાર ક્રિકેટર છે. તેને થોડા જ સમયમાં પોતાના આકર્ષક પર્ફોર્મન્સના કારણે નામ અને પ્રસિદ્ધિ હાંસલ કરી છે.
તુફાની સરોજે જણાવ્યું કે, પ્રિયાની એક બહેનપણીના પિતા ક્રિકેટર છે. જેમના વતી પ્રિયાની ઓળખાણ રિંકુ સિંહ સાથે થઈ હતી. બંનેએ પહેલી મુલાકાત બાદ વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. પ્રેમ સંબંધ વધતાં બંનેએ પોતાના ઘરે પરિવારજનો સમક્ષ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
