(ANI Photo)

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી જાસ્મિન વાલિયાને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની સોશિયલ મીડિયામાં જોરદાર અટકળો ચાલે છે. હાર્દિકે એક મહિના પહેલા તેની મોડલ પત્ની નતાસા સ્ટેનકોવિકથી અલગ થવાની જાહેરાત કરી હતી.

હાર્દિક અને જેસ્મિન વાલિયાએ હાલમાં ગ્રીસમાં વેકેશન માણ્યું હોવાનું કહેવાય છે. વધુમાં બંનેએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરવાનું શરૂ કર્યું છે. બ્રિટિશ સિંગર અને ટેલિવિઝન પર્સનાલિટી જાસ્મીન વાલિયાએ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. ઇંગ્લેન્ડના એસેક્સમાં ભારતીય મૂળના માતા-પિતાને ત્યાં જન્મેલી, જાસ્મિન બ્રિટિશ રિયાલિટી ટીવી શો ધ ઓન્લી વે ઇઝ એસેક્સ (TOWIE) માં તેની ભાગીદારી દ્વારા સૌપ્રથમ ચર્ચામાં આવી હતી.

2014 માં, જાસ્મિને તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી જ્યાં તેને લોકપ્રિય ગીતોના કવર પોસ્ટ કર્યા હતાં. તેને ઝેક નાઈટ, ઇન્ટેન્સ-ટી અને ઓલી ગ્રીન મ્યુઝિક જેવા કલાકારો સાથે સહયોગ કર્યો છે. તેમો 2017 માં બોમ ડિગીની રજૂઆત મોટો બ્રેક મળ્યો હતો. 2018 માં બોલિવૂડ ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી માટે બોમ ડિગ્ગી ડિગ્ગી તરીકે ફરીથી રજૂ કરવામાં આવ્યું ત્યારે આ ગીતે વધુ લોકપ્રિયતા મેળવી હતી. જાસ્મિને 2022ના મ્યુઝિક વિડિયો નાઈટ્સ એન ફાઈટ્સ માટે બિગ બોસ 13ના ફાઇનલિસ્ટ અસીમ રિયાઝ સાથે પણ જોડી બનાવી હતી.

LEAVE A REPLY