અમેરિકા અને સાઉથ કોરિયા સહિત અનેક દેશોમાં કોરોનાના કેસોમાં વધારા થઇ રહ્યો છે. આ સ્થિતિમાં નિષ્ણાતોએ કહ્યું હતું કે, ભારતે કોરોનાની એક વધુ લહેર માટે તૈયાર રહેવું જોઈએ. અમેરિકાના 25 રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સાઉથ કોરિયામાં પણ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોનાનો કેપી. ટુ વેરિયેન્ટ પ્રથમવાર ડિસેમ્બર 2023માં ઓડિશામાં જોવા મળ્યો હતો. આ દરમિયાન, ભારતનાં ઘણાં રાજ્યોમાં કોવિડના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. ભારતમાં અત્યારે કોરોનાના 279 સક્રિય કેસ છે. અગાઉ કોરોનાની બે લહેરમાં લાખો લોકોનાં મોત થયાં હતાં. બીજી તરફ, કોંગોમાં આ વાયરસ ફાટી નીકળ્યા પછી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તાજેતરમાં ફરીથી MPAXની સ્થિતિને વૈશ્વિક જાહેર આરોગ્ય સંકટ તરીકે જાહેર કરી છે. અગાઉ જુલાઈ 2022માં MPAXને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. એમપોક્સ એક ચેપી વાયરલ રોગ છે. તેના લક્ષણોમાં શરીર પર ફોલ્લા, તાવ, શરીરમાં દુખાવો વગેરેશ થાય છે. આ સિવાય દેશમાં સ્વાઇન ફ્લૂના સંક્રમણમાં પણ વધારો થઈ રહ્યો છે.

LEAVE A REPLY