અમેરિકામાં ફેડરલ કર્મચારીઓની સામુહિક છટણી કરવાની ટ્રમ્પ સરકારની યોજના પર એક ફેડરલ ન્યાયાધીશે ગુરુવારે મનાઇહુકમ આપ્યો હતો. કોર્ટે સંખ્યાબંધધ ફેડરલ એન્જન્સીઓને મોકલવામાં આદેશને પાછો ખેંચી લેવાનો ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટને આદેશ આપ્યો હતો.
સરકારે અત્યાર સુધી હજારો કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે ત્યારે કોર્ટનો આ આદેશ આવ્યો છે. સરકારી કર્મચારીઓમાં મોટો કાપ મૂકવાની ટ્રમ્પની યોજનાને કોર્ટના ચુકાદાથી ફટકો પડ્યો છે.
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ વિલિયમ અલસુપે જણાવ્યું હતું કે કોઈપણ કાયદા હેઠળ ઓફિસ ઑફ પર્સનલ મેનેજમેન્ટ પાસે અન્ય એજન્સીના કર્મચારીઓને નોકરી પર રાખવાની અને નોકરીમાંથી કાઢી મૂકવાની કોઈ સત્તા નથી. સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં તેમણે જણાવ્યું હતું કે, “કોંગ્રેસે એજન્સીઓને ખુદને નોકરી પર રાખવાની અને કાઢી મૂકવાની સત્તા આપી છે. ઉદાહરણ તરીકે સંરક્ષણ વિભાગ પાસે તેમના હેઠળના કર્મચારીઓની ભરતી અને છટણીની કાનૂની સત્તા છે.
