પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI)એ ભારતમાં કાર્યરત 10 વિદેશી એરલાઇન્સને રૂ.10,000 કરોડના ટેક્સની કથિત ચુકવણી ન કરવા બદલ કારણદર્શક નોટિસ મોકલી છેએમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. આ વિદેશ એરલાઇન્સમાં બ્રિટિશ એરવેઝલુફ્થાન્સાઓમાન એરઅમીરાત અને સિંગાપોર એરલાઈન્સનો સમાવેશ થાય છે

એરલાઇન્સના વૈશ્વિક સંગઠન આઇએટીએ સરકારને સમસ્યા ઉકેલવા વિનંતી કરતાં જણાવ્યું હતું કેઆવી ઘટના ઉડ્ડયન ક્ષેત્રે ભારતના વિકાસની વિપુલ સંભાવના સામે જોખમ ઊભું કરી શકે.ધ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઇએટીએ) ૩૩૦થી વધુ એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરે છે.

IATAએ જણાવ્યું હતું કેઉડ્ડયન ક્ષેત્રની કંપનીઓ દ્વારા ઘણી રજૂઆત છતાં ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા કેટલીક વિદેશી એરલાઇન્સને શો-કોઝ નોટિસ ઇશ્યૂ કરી છે. IATAના રિજનલ વાઇસ પ્રેસિડેન્ટ (ઉત્તર એશિયા અને એશિયા પેસિફિક) શી શિંગક્યુઆને જણાવ્યું હતું કે ભારતમાં બ્રાન્ચ ઓફિસ ધરાવતી વિદેશી એરલાઇન્સના હેડક્વાર્ટર દ્વારા ખર્ચાયેલા નાણાં પર જીએસટી લાગુ પડતો હોવાની ડીજીજીઆઇની દલીલ ભૂલભરેલી છે. તેમાં આંતરરાષ્ટ્રીય એર ટ્રાન્સપોર્ટની જોગવાઇને ધ્યાનમાં લેવાઈ નથી. માત્ર ભારત જ આવું વલણ અપનાવી રહ્યું છે. વિશ્વમાં ક્યાંય આવી પ્રથા નથી. ભારતની બહારના સ્થળોમાં સક્રિય ભારતીય એરલાઇન્સને આવી સ્થિતિ કે માંગનો સામનો કરવો પડતો નથી.

LEAVE A REPLY