REUTERS/Dado Ruvic/Illustration/File Photo

ભારતીય સ્પર્ધા પંચ (CCI)એ પ્રારંભિક ચેતવણી આપી છે કે રિલાયન્સ અને વોલ્ટ ડિઝની મીડિયાના $8.5 બિલિયનના સૂચિત મર્જરથી બજારમાં સ્પર્ધાને નુકસાન થશે. સ્પર્ધા પંચે ખાસ કરીને ક્રિકેટ પ્રસારણ અધિકારો પર બંને કંપનીઓના વર્ચસ્વને કારણે આ ચિંતા વ્યક્ત કરી છે.

ન્યૂઝ એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો હતો કે CCI એ ડિઝની અને રિલાયન્સને ખાનગી રીતે પોતાનો અભિપ્રાય જણાવ્યો છે અને આ અંગે તપાસનો આદેશ કેમ ન આપવો જોઈએ તે સમજાવવા બંને કંપનીઓને જણાવ્યું છે. સ્પર્ધા પંચનો આ અભિપ્રાય સૂચિત મર્જર સામેનો અત્યાર સુધીનો સૌથી મોટો આચકો છે. આ મર્જરની ફેબ્રુઆરીમાં જાહેરાત કરાઈ હતી.

જાણકાર સ્ત્રોતે જણાવ્યું હતું કે, “ક્રિકેટ CCI માટે સૌથી મોટો મુશ્કેલ મુદ્દો છે. અને નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે સૂચિત મર્જરની સઘન તપાસ થઈ શકે છે, કારણ કે તેનાથી 120 ટીવી ચેનલો અને બે સ્ટ્રીમિંગ સર્વિસ સાથે ભારતની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપનીનું નિર્માણ થાય છે, જે સોની, ઝી એન્ટરટેઈનમેન્ટ સાથે સ્પર્ધા કરશે.

અગાઉ એવા અહેવાલ આવ્યાં હતા કે સીસીઆઈએ ખાનગી રીતે રિલાયન્સ અને ડિઝનીને મર્જર સંબંધિત લગભગ 100 પ્રશ્નો પૂછ્યા હતાં અને કંપનીઓએ કહ્યું હતું કે તેઓ બજારમાં વર્ચસ્વ  વિશેની ચિંતાઓને દૂર કરવા અને વહેલી મંજૂરી મેળવવા માટે 10થી ઓછી ટેલિવિઝન ચેનલો વેચવા તૈયાર છે. કંપનીઓ હજુ પણ વધુ રાહતો આપીને CCIની ચિંતાઓને દૂર કરી શકે છે. પરંતુ આ નોટિસ મર્જરને જટિલ બનાવી શકે છે.

LEAVE A REPLY