સુરતમાં ગણેશ ચતુર્થી ફેસ્ટિવલના બીજા દિવસે એક પંડાલમાં વૃક્ષની છાલમાંથી બનેલી ભગવાન ગણેશની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરાઈ હતી. (ANI Photo).

સુરતના વરિયાવી લાલ ગેટ વિસ્તારમાં રવિવાર રાત્રે ગણેશ ઉત્સવના પંડાલ પર મુસ્લિમોના ટોળાના પથ્થરમારા પછી કોમી તંગદિલી સર્જાઈ હતી. પોલીસે ઓછામાં ઓછા 37 લોકોને અટકાયતમાં લીધા હતાં. મુસ્લિમ યુવકો ઓટોરિક્ષામાં આવ્યા હતાં અને ગણેશ ઉત્સવ સ્થળ પર પથ્થરમારો કર્યો હતો તેનાથી ભગવાન ગણેશની મૂર્તિને નુકસાન થયું હતું,
આ ઘટનાનો વિરોધ કરવા માટે સૈયદપુરા સ્થિત પોલીસ ચોકી ખાતે મોટી સંખ્યામાં હિન્દુઓ એકઠા થયા હતાં. હિન્દુ યુવાનોએ પણ રોડ પર બેસીને જય શ્રી રામના નારા લગાવ્યા હતાં.

રવિવારની મોડી રાત્રે સૈયદપુરા વિસ્તારમાં બનેલી આ ઘટનાના સંબંધમાં કેટલાક સગીરોની અટકાયત કર્યા પછી મુસ્લિમોનું 300 લોકોનું ટોળું લાલગેટ પોલીસ સ્ટેશનમાં તેમના સમુદાયના સભ્યો સામેની કાર્યવાહીનો વિરોધ કરવા એકત્ર થયું હતું.

સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે પત્રકારોને જણાવ્યું હતું કે ત્યાં બે જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં કેટલાક પોલીસ ઘાયલ થયા હતા અને પોલીસ વાહનને નુકસાન થયું હતું.પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતાં અને ટીયરગેસના શેલ છોડ્યા હતાં. આ ઘટનાઓના સંદર્ભમાં અત્યાર સુધીમાં 32 લોકોની અટકાયત કરાઇ છે અને બે અલગ-અલગ FIR નોંધવામાં આવી છે.

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને દોષિતો સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું.શહેરની શાંતિને ખલેલ પહોંચાડનાર દરેક વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

પોલીસના જણાવ્યા મુજબ ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહેલા કેટલાક બદમાશોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો અને મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે આ સંબંધમાં કેટલાક સગીરોની અટકાયત કરી હતી અને તેમને લાલગેટ પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

મુસ્લિમ સગીરોની અટકાયત પછી 200-300 લોકોનું ટોળું એકત્ર થયું હતું અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. આ તોફાનોમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને પોલીસ વાહનને નુકસાન થયું હતું,
પોલીસ કમિશનર, શહેરના મેયર અને સ્થાનિક ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને સ્થિતિ થાળે પાડી હતી. ધારાસભ્ય કાંતિ બલર હિંદુઓને શાંત કરવાનો પ્રયાસો કરતા હતા ત્યારે લોકોએ ‘યોગી…. યોગી’ના નારા લગાવ્યાં હતા.

LEAVE A REPLY