અમદાવાદના આશરે 1 લાખ પ્રેક્ષકોની ક્ષમતા સાથેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવાર, 25 જાન્યુઆરીએ યોજાયેલા પ્રથમ કોન્સર્ટમાં બ્રિટિશ રોક બેન્ડે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બેન્ડના લીડ સિંગર ક્રિસ માર્ટિને આ શોને તેમના અત્યાર સુધીના સૌથી મોટો કોન્સર્ટ ગણાવીને અમદાવાદનો આભાર માન્યો હતો. ક્રિસ માર્ટિન ગુજરાતી ભાષામાં સ્થાનિક પ્રેક્ષકો સાથે જોડાણ કરી જણાવ્યું હતું કે તમે બધા મઝામાં છો? ધન્યવાદ મારા દોસ્તો. અહીં આવીને બહુ મઝા આવી છે. તેમના આવા સંબોધનથી આખુ સ્ટેડિયમ ઝુમી ઉઠ્યું હતું. આપકો દેખ કે ખુશી હુઈ, અમદાવાદ ઈઝ બેસ્ટ સિટી કહેતા જ લોકોનો ઉત્સાહ સાતમે આસમને પહોંચ્યો હતો.
કોલ્ડપ્લેના ચાહકો દેશ-વિદેશથી આ કોન્સર્ટ જોવા માટે અમદાવાદ ઉમટી પડ્યાં હતાં. સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું અને લોકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો. જેવો જ બેન્ડે સ્ટેજ પર પ્રવેશ કર્યો તાળીઓના ગડગડાટ અને ચિચિયારીઓથી આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. કોલ્ડપ્લેએ તેમના જાણીતા ગીતો જેવા કે “યલો”, “ધ સાયન્ટિસ્ટ”, “ફિક્સ યુ” અને “વિવા લા વિડા” રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલા આ ઈવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે ૨ વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ અપાયો હતો. સ્ટેડિયમમાં આશરે એક લાખ વધુ લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરાઈ હતી. ક્રિસ માર્ટિને એક પછી એક ગીતોની પ્રસ્તુતિ કરી હતી અને છેક સુધી ગ્રાઉન્ડમાં પ્રેક્ષકો બેઠા જ નહોતા અને ઊભા ઊભા સંગીતના તાલે સાથે ઝૂમ્યા હતાં.
કોલ્ડપ્લેના સત્તાવાર એક્સ હેન્ડલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમના કોન્સર્ટની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, “અમારો અત્યાર સુધીનો સૌથી મોટો કોન્સર્ટ. આભાર અમદાવાદ, કાલે ફરી મળીશું – કોલ્ડપ્લે એ જ સ્થળે બીજો કોન્સર્ટ કરશે, જે ફરી તેની સૌથી મોટી કોન્સર્ટમાંનો એક છે,