FILE PHOTO: . REUTERS/Maja Smiejkowska/File Photo

બ્રિટિશ રોક-બેન્ડ કોલ્ડપ્લેએ 26 જાન્યુઆરી તેના અમદાવાદ ખાતેના કોન્સર્ટના લાઇવ સ્ટ્રીમિંગ માટે અબજોપતિ મુકેશ અંબાણીની બ્રોડકાસ્ટ કંપની સાથે સાથે સમજૂતી કરી છે. આ કોન્સર્ટમાં કોન્સર્ટમાં હજારો લોકો હાજરી આપવા માટે તૈયાર છે, ગયા વર્ષે વેચાણ શરૂ થયાની મિનિટોમાં ટિકિટો વેચાઈ ગઈ હતી. કોન્સર્ટનું Disney+ Hotstar પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.

કોલ્ડપ્લેએ શુક્રવારે X પર એક વિડિયો પોસ્ટમાં જણાવ્યું હતું કે “કોલ્ડપ્લેના અત્યાર સુધીના સૌથી મોટા શોનું અમદાવાદથી સમગ્ર ભારતમાં લાઈવ સ્ટ્રીમ કરાશે.

કોલ્ડપ્લે શનિવારથી મુંબઈમાં ત્રણ કોન્સર્ટ કરશે. આ પછી 25 જાન્યુઆરી અને 26 જાન્યુઆરીના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ કરશે. કોલ્ડ પ્લેના વૈશ્વિક સ્તરે વખાણાયેલા મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂરના ભાગરૂપે આ કોન્સર્ટ યોજાઈ રહ્યાં છે.

LEAVE A REPLY