(PTI Photo)

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) ગુજરાતના પોરબંદરમાં ક્રેશ થતાં  પાયલટ અને એક ક્રૂ મેમ્બર સહિત ત્રણ લોકોના મોત થયાં હતાં. હેલિકોપ્ટરમાં સવાર ત્રણ ક્રૂ મેમ્બર્સ આગની લપેટમાં આવી જતાં આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં હતા.

સશસ્ત્ર દળો દ્વારા સંચાલિત ALH ધ્રુવ હેલિકોપ્ટર એક ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું અને આગની જ્વાળામાં લપેટાયું હતું. ક્રેશ પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી અને તપાસ ચાલુ કરાઈ હતી. ધ્રુવ હેલિકોપ્ટર નિયમિત ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું હતું. આ દુર્ઘટના ભારતીય કોસ્ટ ગાર્ડના એર એન્ક્લેવમાં થઈ હતી અને આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. તેઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ચાર મહિના પહેલા સપ્ટેમ્બરમાં, ALH MK-III હેલિકોપ્ટર પોરબંદર નજીક અરબી સમુદ્રમાં તૂટી પડ્યું હતું. એક મહિનાની શોધખોળ બાદ, કોસ્ટ ગાર્ડ દ્વારા ઓક્ટોબરમાં ગુજરાતના દરિયાકાંઠેથી પાઇલટનો મૃતદેહ મળી આવ્યો હતો.

LEAVE A REPLY