(ANI Photo)
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદને પગલે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની 29 ઓગસ્ટે મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન સૌપ્રથમ હવાઈ માર્ગે જામનગર પહોંચ્યાં હતા અને હાલની સ્થિતિની સમીક્ષા કરવા જિલ્લાના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
જામનગરમાં બેઠક બાદ, મુખ્યપ્રધાને સાંજે 5 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા ખંભાળિયા ગયા હતા જ્યાં પાંચ દિવસમાં  944 મીમી વરસાદ પડ્યો હતો, જે ગુજરાતમાં સૌથી વધુ છે. તેઓ દેવભૂમિ દ્વારકાની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બાદમાં સાંજે, CM પટેલ જામનગર પરત આવ્યા હતા  અને વડોદરા ગયા હતા. જ્યાં તેઓ વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા રાહત પ્રયાસો અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ રાજકુમાર તેમની સાથે હતી. બીજી તરફ પૂરગ્રસ્ત સ્થિતિની માહિતી મેળવવી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાથે બીજા દિવસે મુખ્યપ્રધાન સાથે ફોન પર માહિતી મેળવી હતી અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

LEAVE A REPLY